ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓને વિનંતી કરી છે.ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને કહ્યું કે તેમણે એક સમયે પાછા ફરવું જોઈએ અને દેશની સેવા કરવી જોઈએ.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, હું સમજું છું કે ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચઅભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે, ભારત અથવા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આગળ શિક્ષણ મેળવવા માટે જાય છે અને પછી ત્યાંજ વસી જાય છે અામ અાવા હોશિયાર નાગરીકોની સેવાના લાભથી દેશ વંચિત રહેશે. વિદેશ જઈ કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે કોઈ ખોટું નથી, પરંતુ મારી સલાહ એ છે કે તે વિદેશ ભલે જાય પરંતુ યોગ્ય સમય અાવતા માતૃભૂમિની સેવા કરે જેનાથી દેશને પણ ફાયદો થાય.