અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં પોતાની મધ્યસ્થીને લઈ બન્ને પક્ષો વચ્ચે વાતચીતના ઉકેલ માટે વિચાર કરવા સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલે કહ્યું કે આ માત્ર સંપત્તિ વિશે નહીં પણ ભાવના અને વિશ્વાસ અંગે પણ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ વિશે કહ્યું કે આગળ થયેલી જે કંઈ પણ બાબત છે તેમાં કોઈ નિયંત્રણ નથી.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
- ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે મધ્યસ્થતા માટે તમામ પક્ષો નામ આપે. અમે જલ્દી સંભળાવવા માંગીએ છે ફેંસલો.
- મધ્યસ્થતા અંગે જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું કે મધ્યસ્થતા કેવી રીતે લાગુ કરાય, કરોડો લોકો છે, શું થશે.
- જસ્ટીસ બોબડેએ કહ્યું કે ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમાં કોર્ટનું કોઈ નિયંત્રણ નથી. કોણે આક્રમણ કર્યું કોણ રાજા હતો, મંદિર હતું કે મસ્જિદ. અમને હાલના વિવાદ અંગે જાણકારી છે. અમે માત્ર વિવાદના ઉકેલ માટે ચિંતિત છીએ.
- જસ્ટીસ બોબડેએ કહ્યું કે આ ભાવના, ધર્મ અને વિશ્વાસ અંગેનો પણ કેસ છે અને અમે વિવાદની ગંભીરતા અંગે સચેત છીએ.
- હિન્દુ મહાસભાએ મધ્યસ્થતાનો કર્યો વિરોધ
ઈલાહાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના વિવાદિત પરિસરમાં જમીનની વહેંચણી અંગે ભૂતકાળમાં જે ફેંસલા કરવામા આવ્યા હતા તેમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા બિરાજમાન સમિતિ વચ્ચે જમીનની વહેંચણી કરવામાં આવી હતી. ઈલાહાબાદ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમાં પડકારવામાં આવ્યો હતો. વિવાદમાં મુસ્લિમ મુખ્ય પક્ષકાર ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સહિત તમામ મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવન, રાજૂ રામચંદ્રન, શકીલ અહેમદ અને દુષ્યંત દૂબેએ 26મી ફેબ્રુઆરીએ મધ્યસ્થી અંગે સંમતિ આપી છે.
જ્યારે પ્રમુખ હિન્દુ પક્ષકાર નિર્મોહી અખાડાએ પણ વાતચીત થકી વિવાદનો ઉકેલ લાવવા માટે 26મીએ સંમતિ આપી દીધી હતી. પરંતુ અન્ય હિન્દુ પક્ષકાર રામલ્લા બિરાજમાન સમિતિએ વાતચીત થકી ઉકેલ લાવવાને સંમતિ આપી નથી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે વ્યક્તિગત સંમતિથી વિવાદનો ઉકેલ લાવવા માટે સમાધાન શોધવા મધ્યસ્થીનો રસ્તો અપનાવવાનું સૂચન કર્યું હતું.
હિન્દુ મહાસભાના વકીલ હરીશકંર જૈને કહ્યું કે બન્ને પક્ષો વચ્ચે સમાધાન એટલે મુસ્લિમોને વિવાદિત પરિસરમાં જમીન આપવી. જેનો અમે વિરોધ કરીશું.