સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં આશરે 140 કિલોમીટર રેલવે ટ્રેકની આસપાસના લગભગ 48,000 ઝૂંપડપટ્ટીને ત્રણ મહિનામાં હટાવવાનો આદેશ આપ્યો છે. અદાલતોએ તેમાં કોઈપણ પ્રકારનો “સ્ટે” ન આપવો જોઈએ એવી ટકોર કરી છે. 2018 માં, રાષ્ટ્રીય હરીત સત્તામંડળે (એનજીટી) એ આ ઝૂંપડપટ્ટીઓ અંગે ચિંતાઓ દર્શાવતો નિર્ણય આપ્યો હતો. ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી તબક્કાવાર રીતે થવી જોઈએ. સલામતી ક્ષેત્રમાં થયેલ અતિક્રમણ પહેલા હટાવવું જોઈએ. જે ત્રણ મહિનામાં પૂર્ણ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે રેલ્વે લાઇનની આજુબાજુના અતિક્રમણને દૂર કરવાના કામમાં કોઈ રાજકીય દબાણ અને દખલગીરી સહન કરવામાં આવશે નહીં.
આ પછી, રેલ્વેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં 70 કિલોમીટરમાં સૌથી વધું ઝુંપડા છે. દિલ્હીમાં દયા બસ્તી, આઝાદપુર, ઓખલા, તિલક બ્રિજ, વજીરપુર, શકુરબસ્તી, કિશનગંજ, સરાય રોહિલામાં ઝૂંપડપટ્ટીઓ માટે સ્થિતિ વધુ ખરાબ છે. દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (ડયુએસઆઈબી) ના અનુસાર 1 મીટર દૂર આવા ઘણાં ઝુંપડાઓ છે.રેલ્વેએ કહ્યું હતું કે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી, પરંતુ રાજકીય દખલને કારણે રેલ્વે લાઇનની આજુબાજુનું આ અતિક્રમણ દૂર કરવામાં આવ્યું નથી. દબાણ રેલ્વેના સુરક્ષા ઝોનમાં પણ છે જે ખૂબ ચિંતાજનક છે. મુસાફરોની સલામતી માટે પણ તે જોખમી છે. રાજકીય દખલને કારણે સમસ્યા દૂર થતી નથી.