ઈચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટની મંજૂરી, જણાવ્યું કે- દરેક વ્યક્તિને ‘આદર’ સાથે મૃત્યુ પામવાનો અધિકાર.સુપ્રીમ કોર્ટે અપીલ પર નિર્ણય આપ્યો છે કે, જેમાં મરણોક્ત વ્યક્તિ દ્વારા ઈચ્છામૃત્યુ માટે લખવામાં આવેલી વસિયતને માન્યતા આપવાના માગણી કરવામાં આવી હતી. કોર્ટની પાંચ જજોની પીઠે નિર્ણય આપતાં કહ્યું છે કે, કેટલીક શરતો સાથે ઈચ્છામૃત્યુને મંજૂરી આપી શકાય છે.
‘પેસિવ યુથેનેશિયા’ એક એવી સ્થિતિ છે, જ્યાં કોઈ વ્યક્તિ મોત તરફ આગળ વધી રહ્યું હોય એવામાં તેની સારવાર બંધ કરી દેવામાં આવે છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે ગયા વર્ષે 11 ઑક્ટોબરે આ અપીલ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાન સંવિધાન પીઠે કહ્યું હતું કે, ‘રાઈટ ટૂ લાઈફમાં ગરિમાપૂર્ણ મૃત્યુ સામેલ છે, તેવું અમે નહીં કહીએ. અમે એવું કહીએ છીએ કે ગરિમાપૂર્ણ મૃત્યુ પીડા રહિત હોવું જોઈએ.’ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ એવું પણ કહ્યું હતું કે, ઈચ્છામૃત્યુ માટે વસિયત મેજિસ્ટ્રેટ સામે દાખલ થવી જોઈએ અને તેમાં બે બહારના સાક્ષી પણ હોવા જોઈએ. કોર્ટ આ મામલે સેફગાર્ડ આપશે, જેથી તેનો દુરુપયોગ ના થાય. ઈચ્છામૃત્યુ પર સરકાર હાલમાં વિચાર કરી રહી છે.
ઈચ્છામૃત્યુમાં પણ બે પ્રકાર હોય છે. એક્ટિવ યુથેનેશિયામાં દર્દીના મોત માટે કંઈ ના કરવામાં આવે અને પેસિવ યુથેનેશિયામાં દર્દીનો જીવ બચાવવા માટે કંઈ ના કરવામાં આવે.