અનુપમ ખેર દ્વારા કરવામાં આવેલી ટીકાનો ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સીધો જવાબ આપ્યો અને કહ્યું કે હા, આ તો છે લોકશાહી, સર. ભારત માતા કી જય. સ્વરા ભાસ્કરે ખેર પર પલટવાર કરતા સોશિયલ મીડિયામાં આ અંગે જબરદસ્ત રિએક્શન આવવા માંડ્યા છે. સ્વરાનું ટવિટ વાયરલ થઈ રહ્યું છે. બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિત થિયેટર કરતાં 600થી વધુ ફિલ્મ હસ્તીઓએ ભાજપને વોટ નહીં આપવાની અપીલ કરી છે. આ અપીલથી ભાજપી અનુપમ ખેર કકળી ઉઠ્યા છે.
અનુપમે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “પછી આપણા પોતાના સમુદાયના કેટલાક લોકોએ એક પત્ર જારી કર્યો છે અને હાલની સરકારને આગામી ચૂંટણીમાં મત ન આપવાની અપીલ કરી છે, જેને લોકોએ બંધારણીય રીતે પસંદ કર્યા છે.”
અનુપમ ખેરે લખ્યું હતું કે, “અન્ય શબ્દોમાં કહીએ તો, તેઓ સત્તાવાર રીતે વિરોધ માટે કેમ્પિંગ કરે છે, સારું છે હવે તેઓ દેખાડો તો નથી કરી રહ્યાને” તાજેતરમાં, બૉલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિતના થિયેટર અને કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા 600થી વધુ વ્યક્તિઓએ ભાજપને મત ન આપવા માટે વિનંતી કરી હતી.
આ તમામે એક પત્ર લખીને લોકોને અપીલ કરી કે , “ભાજપ અને તેના સાથીદારોને સત્તામાંથી બહાર કાઢો”. અપીલ કરનારમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ માટે, એમકે રૈના અને ઉષા ગાંગુલી જેવી સેલિબ્રિટિઝ સામેલ છે. દરેક સેલિબ્રિટીઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને તેના બંધારણનો ખ્યાલ જોખમમાં છે. ભાજપ માટે મત આપશો નહીં.”
ફિલ્મી હસ્તીઓ દ્વારા જારી એક પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “આગામી ચૂંટણી દેશના ઇતિહાસની સૌથી ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, રમૂજ જોખમમાં છે. આપણું બંધારણ પણ જોખમમાં છે. સરકારે એ સંસ્થાઓના ગળુ દબાવીને સમાપ્ત કરી છે જ્યાં તર્ક, ચર્ચા અને અસંમતિ વિકસે છે. કોઈપણ લોકશાહીને સૌથી નબળું અને સૌથી વધુ વંચિત લોકોને સશક્ત બનાવવા જોઇએ.”
તેમણે અપીલ કરી છે કે “કોઈ લોકશાહી પ્રશ્ન વગર, ચર્ચા અને વિપક્ષ વગર કામ કરી શકે નહીં, આ દરેકને હાલની સરકારે તાકાતથી બધું તોડી નાંખ્યું છે. ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે મત આપો. બંધારણનું રક્ષણ કરો અને કટ્ટરતા, તિરસ્કાર અને ક્રૂરતાને સત્તામાંથી બહાર કરો.”