હાઈકોર્ટમા ંચાલતા કેસને પગલે રાજ્ય સરકારે નોન ટેકનિકલ અને નોન પ્રોફેશનલ કોર્સીસની કોલેજો માટે હંગામી કમિટી રચી છે.આ ફી કમિટી સરકારને વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ આપશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી નોન પ્રોફેશનલ અને નોન ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજો તથા અને ખાનગી યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને આજે એક કમિટી રચવામા આવી છે.
આ કમિટી મેડિકલ,પેરામેડિકલ તથા ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય કોર્સ જેવા બી.કોમ,બીબીએ-બીસીએ અને બીએસસી સહિતના નોન પ્રોફેશનલ કોર્સ માટે ફી ઘટાડાને લઈને અભ્યાસ કરી સરકારને ભલામણો કરશે.આ કમિટીમાં અધ્યક્ષ તરીકે નિવૃત હાઈકોર્ટ જજને નિમવામા આવ્યા છે.જેઓ હાલની ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટી પણ અધ્યક્ષ છે.
આ ઉપરાંત કમિટીમાં સભ્ય તરીકે ગુજરાત યુનિ.ના કુલપતિ, ટીચર્સ યુનિ.ના કુલપતિ તથા નિરમા યુનિ.ના ડાયરેકટર જનરલ અને એલ.જે ગુ્રપના પ્રતિનિધિ નિમવામા આવ્યા છે. આ ફી કમિટીના મેમ્બર સેક્ટરી તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનર રહેશે.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અગ્ર સચિવનું કહેવુ છે કે હાઈકોર્ટમાં ખાનગી કોલેજોની ફી ઘટાડવા મુદ્દે પીઆઈએલ થઈ છે.જેના અનુસંધાને સરકારે ફી કમિટી રચી છે. ટેકનિકલ કોર્સીસમાં પહેલેથી ફી કમિટી છે જેથી બાકી રહેલા કોર્સમાં કે જેમા ંકોઈ ફી કમિટી નથી તેના માટે આ કમિટી રચાઈ છ ે