દેશમાં કોરોના વાયરસના ફફડાટ વચ્ચે દેશમાં મંદીનો માહોલ છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમને મોટી જાહેરાતો કરી છે. ઇન્કમટેક્સ અને જીએસટીને લઇને પણ મોટી જાહેરાત થઈ છે. કોરાને રોકવા માટે લોકડાઉન જરૂરી હોવાનું જણાવી નાણામંત્રી સીતારમને આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આધાર અને પાન કાર્ડને એક સાથે લિન્ક કરવાની તારીખ પણ વધારી દેવાઈ છે. અગાઉ 30 તારીખની ડેડલાઈન હવે વધારીને 20 જૂન 2020 કરી દેવાઈ છે. સરકારે માર્ચ એપ્રિલ અને મે નું જીએસટી રિટર્ન ભરવાની તારીખ પણ 30મી જૂન સુધી લંબાવી દીધી છે. નિર્મલા સીતારમન માટે હાલનો સમય ઘણો કપરો છે. મંદી બાદ કોરોનાને પગલે દેશની અર્થવ્યવસ્થાને સતત ફટકો પડી રહ્યો છે. ભારત મંદીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યાં કોરોનાને પગલે અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. બજારની હાલત નબળી હોવાથી આજે એક પેકેજની પણ જાહેરાત થઈ શકે છે. વિવાદથી વિશ્વાસ સ્કીમ પણ 30 જૂન સુધી સરકારે વધારી દીધી છે. ટીડીએસ પર વ્યાજ 19 ટકાને બદલે હવે 9 ટકા જ લાગશે એ સોથી મોટી જાહેરાત છે.