રાજ્યમાં દિનપ્રતિદિન લંપટ શિક્ષકોની સંખ્યા વધતી જાય છે. દરરોજ અનેક ઘટનાઓમાં છોકરીઓનું યૌન શોષણના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે રંગીલા રાજકોટના જેતપુરમાં એક ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સરકારી નોકરી કરતા લંપટ શિક્ષકે વિદ્યાર્થીની ધોરણ-12માં પાસ કરાવી આપવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હોવાની ઘટનાએ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રાજકોટના જેતપુરમાં મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલની સરકારી શાળાના એક સરકારી નોકરી કરતા શિક્ષક પ્રવીણ નંદાણીયા વિરુદ્ધ ધોરણ-12ની વિદ્યાર્થીનીએ છોડતી અને અભદ્ર માંગણી કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જેતપુરની મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલ સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રવિણ નંદાણીયા પોતાની ફરજ બજાવે છે. તેઓ સરકારી નોકરીની સાથે પોતાનું એક ખાનગી ટ્યુશન કલાસ પણ ચલાવે છે. તેમના ટ્યૂશન ક્લાસમાં એક ધોરણ-12ની વિદ્યાર્થીની ટ્યૂશને આવતી હતી. ત્યારે લંપટ પ્રવિણ નંદાણીયાના મનમાં કામનાનો કીડા સળવળ્યો હતો, અને તેણે મોકોનો ફાયદો ઉઠાવીને ધોરણ-12ની વિદ્યાર્થીનીને પોતાના સકંજામાં ફસાવી હતી. શિક્ષકે વિદ્યાર્થીની સાથે મીઠી વાતો કરીને તેનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીને ધોરણ-12માં હોવાથી સારા માર્ક્સે પાસ કરાવી આપવાની લાલચ દેખાડી હતી. બીજી બાજુ વિદ્યાર્થીની લંપટ શિક્ષકની વાતોમાં આવી ગઇ હતી.
ધીમીધીમે લંપટ શિક્ષકે પોતાનો પ્રપંચ દેખાડ્યો હતો. મોકોનો ફાયદો ઉઠાવીને પ્રવિણ નંદાણીયાએ ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં પણ સારા એવા માર્ક્સથી પાસ કરાવી દેવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હતી. પોતાના સાહેબની આવી વાતો સાંભળીને વિદ્યાર્થીની ગભરાઇ ગઇ હતી, અને કશું જ બોલ્યા વિના તે ઘરે આવતી રહી હતી. ત્યારબાદ ઘરે આવેલી દિકરીને ગુમસામ જોઇને માતાના મનમાં કંઇક થયું હોવાની આશંકા ગઇ હતી.
ત્યારબાદ માતાએ દીકરીને શાંતિપૂર્વક સમજાવીને વાત કઢાવી હતી. ત્યારબાદ ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ટ્યૂશન ક્લાસમાં બનેલી ઘટના વિશે માતાને જાણ કરી હતી. વિદ્યાર્થીનીએ માતાનેપોતાના સાહેબ દ્વારા બિભત્સ માંગણી કરાઇ હતી, તે પણ જણાવી હતી. દીકરીની કથનીસાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ત્યારબાદ દીકરી સાથે બનેલી ઘટના આખા પરિવારને જાણ થઇ હતી. ગુસ્સામાં લાલપીળો પરિવારે લંપટ શિક્ષકને પાઠ ભણાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
જેતપુર પોલીસે પરિવાર અને ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની વાત સાંભળીને શિક્ષક પ્રવિણ નંદાણીયાની અટકાયત કરી હતી. પોલીસે શિક્ષક ઉપર એસ્ટ્રોસિટી સહિતનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. જેતપુર સિટી પોલીસે છેડતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.