ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે Googleએ મોટો નિર્ણય લીધો છે. Google Play Store પરથી paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જો એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે.
‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.Paytm હજુ પણ Apple App Store પર ઉપલબ્ધ છે અને જેમણે તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરી છે તેઓ હજુ પણ આ એપનો ઉપયોગ કરી શકશે. હજુ સુધી એપની સર્વિસમાં કોઇ ઇશ્યુ રિપોર્ટ થયો નથી. આ ઉપરાંત paytm બિઝનેસ એપ પ્લે સ્ટોર પર હજુ પણ ઉપલબ્ધ છે.જણાવી દઇએ કે paytm ભારત જ નહી પરંતુ વિશ્વભરની સૌથી મોટી ફિનટેક એપ્સમાંથી એક છે. સેન્સર ટાવરના લેટેસ્ટ ડેટા અનુસાર ઓગસ્ટમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં paytm છઠ્ઠા નંબરે છે. આ સમયગાળામાં જ આ એપને 6.7 મિલિયનવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. Paytmના કુલ 450 મિલિયન યુઝર્સ છે. જણાવી દઇએ કે paytm શોપિંગ, ગેમિંગ, બેન્કિંગ વગેરે ઓફર કરતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ માટે વિકસાવવામાં આવી છે.