ઇન્ટરનેટ પર કિશોરીઓને ફસાવીને તેમની પાસે વેબકેમ દ્વારા મોટાપાયે અશ્લીલ વીડિયો બનાવડાવવામાં આવી રહ્યાં છે. ઇન્ટરનેટ વૉચ ફાઇન્ડેશને જણાવ્યા અનુસાર, ફક્ત આ વર્, 22 હજાર સેલ્ફ જનરેટેડ વેબકેમ વીડિયો મળી આવ્યાં છે અને તેમને ઇન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડની 11થી 13 વર્ષની કિશોરીઓને પોતાના જ સેક્સ વીડિયો બનાવવા પર મજબૂર કરવામાં આવી રહી છે.
ઘણીવાર કિશોરીએ આવા વીડિયો એવું વિચારીને બનાવે છે કે તેને તેનો બ઼ૉયફ્રેન્ડ કે કોઇ ખાસ ગ્રુપના લોકો જ જોઇ રહ્યાં છે. પરંતુ તેમના આ વીડિયો ઇન્ટરનેટ પર અલગ-અલગ જગ્યાએ નાંખવામાં આવે છે.
મોટાભાગે વેબ કેમેરાના બીજા છેડે રહેલો વ્યક્તિ કિશોરીએને આ કામ માટે ગેરમાર્ગે દોરે છે. ઘણીવાર કિશોરીઓ લાઇવ સ્ટ્રીમીંગ વેબસાઇટ પર ઑનલાઇન ઑડિયન્સ માટે પણ પર્ફોર્મ કરે છે.
બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત તસવીરો હટાવાનું કામ કરતી સંસ્થા ઇન્ટરનેટ વૉચ ફાઉન્ડેશને ગત વર્ષે ઇન્ટરનેટ પરથી એક લાખ વેબ પેજ હટાવ્યાં હતા. ફાઉન્ડેશનના સીઇઓ સુસી હાર્ગ્રીવ્સે કહ્યું કે ઓછી ઉંમરની છોકરીઓએ પોતે બનાવેલા વીડિયોની સંખ્યામાં વધારો થયો છે.
ફાઉન્ડેશને જણાવ્યું કે, વાંધાજનક વીડિયોમાંથી 96 ટકામાં ઓછી ઉંમરની છોકરીઓ સામેલ હતી જ્યારે તેમાંથી 85 ટકાની ઉંમર 11થી 13 વર્ષની વચ્ચે હતી. સુસી હાર્ગ્રીવ્સે જણાવ્યા અનુસાર, હાઇ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહેલી કિશોરીઓ ઘણી અસુરક્ષિત હોય છે અને તેમને ફસાવવામાં આવે છે.