નવરાત્રીની આજથી આખા દેશમાં ધૂમ મચવાની છે ત્યારે તેલંગાણામાં બજરંગ દળે માંગ કરી છે કે તમામ ગરબા સ્થળોએ એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે જેથી બિન હિન્દુઓની એન્ટ્રી રોકી શકાય. બજરંગદળે આયોજકોને કહ્યુ હતુ કે, જે હિન્દુ નથી તેમને ગરબા રમવા માટે એન્ટ્રી આપવામાં ના આવે.આ માટે આધાર કાર્ડ બતાવવુ દરેક સ્થળે ફરજિયાત કરવામાં આવે.
બજરંગદળે દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી જે હિન્દુ નથી તેવા યુવાઓ પણ ગરબામાં એન્ટ્રી લઈને ગરબા ગાતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરે છે.જે લોકો મહિલાઓ અને યુવતીઓના બચાવમાં આવે છે તેમની સાથે આ લોકો મારામારી પર ઉતરી આવે છે. બજરંગદળે માંગ કરી છે કે, ગરબા સ્થળે જે બાઉન્સર તૈનાત કરવામાં આવે છે તે પણ હિન્દુઓ જ હોવા જોઈએ.
બજરંગદળના નેતા એસ કૈલાશે કહ્યુ હતુ કે, અમારા કાર્યકરો ઈવન્ટ સ્થળે મોજુદ રહેશે.જો ગરબામાં હિન્દુ ના હોય તેવા યુવકો એન્ટ્રી લેશે અને અમને ખબર પડશે તો બજરંગદળ તરત કાર્યવાહી કરશે.આની પાછળનો ઈરોદો માત્ર ઉપદ્રવીઓને ગરબામાં આવતા રોકવાનો છે.જે આખી ઈવેન્ટને ખરાબ કરી શકે છે.