Territorial Army યુદ્ધના સંજોગોમાં મોટો નિર્ણય: ટેરિટોરિયલ આર્મી માટે આર્મી ચીફને ખાસ અધિકાર, કેપ્ટન અનુરાગ ઠાકુર પણ જવાબદારીમાં સામેલ થઈ શકે
Territorial Army ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે ભારતીય સેનાને વધુ સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ભારતીય સેનાના પ્રમુખ (આર્મી ચીફ) ને ટેરિટોરિયલ આર્મીના સૈનિકો અને અધિકારીઓને આવશ્યક સમયે બોલાવવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. આ નિર્ણય રક્ષા મંત્રાલયના લશ્કરી વિભાગ દ્વારા 6 મે, 2025ના જાહેરનામા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું 10 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે અને તે 9 ફેબ્રુઆરી, 2028 સુધી માન્ય રહેશે. ટેરિટોરિયલ આર્મી (TA) એ એવી રિઝર્વ દળ છે, જે શાંતિના સમયમાં નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો દ્વારા રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં મદદરૂપ થાય છે અને યુદ્ધ કે આકસ્મિક પરિસ્થિતિમાં તેઓ નિયમિત સેનાની સાથે ફરજ બજાવે છે.
જણાવાયું છે કે 32 ટેરિટોરિયલ ઇન્ફન્ટ્રી બટાલિયનમાંથી 14 બટાલિયનને સધર્ન, નોર્ધન, ઇસ્ટર્ન, વેસ્ટર્ન, સેન્ટ્રલ, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ તથા આંદામાન-નિકોબાર અને આર્મી ટ્રેનિંગ કમાન્ડ વિસ્તારમાં તૈનાત કરવા માટે સામેલ કરવામાં આવી છે.
આમાં સૌથી ચિંતાજનક મુદ્દો એ છે કે, ટેરિટોરિયલ આર્મી સાથે સંકળાયેલા કેપ્ટન અનુરાગ ઠાકુર, જે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન ભાજપ સાંસદ છે, તે પણ આ દળના સક્રિય સભ્ય છે. જો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય, તો તેઓને પણ ફરજ માટે બોલાવવામાં આવી શકે છે.
ટેરિટોરિયલ આર્મી ને ઘણા અફસરો અને જવાનો પોતાના રાષ્ટ્રપ્રેમ માટે પોતાની નોકરી વચ્ચે પણ દેશ સેવાને પ્રથમ સ્થાન આપે છે. તેઓને પણ સમયાંતરે બહાદુરી અને વિશિષ્ટ સેવા માટે પુરસ્કારો આપવામાં આવ્યા છે.
આ નિર્ણય ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે અને આવા કડક નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે સરકાર કોઈપણ હંગામી પરિસ્થિતિમાં સંપૂર્ણ તૈયારી સાથે ઊભી છે.