Territorial Army India activation 2025 : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ટેરિટોરિયલ આર્મી સક્રિય કરાઈ, ધોનીથી લઈ કપિલ દેવ સુધીના નામ જોડાયા
Territorial Army India activation 2025 : સતત વધતા તણાવની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ટેરિટોરિયલ આર્મીને ફરી સક્રિય કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા ટેરિટોરિયલ આર્મી રુલ્સ 1948ની કલમ 33 હેઠળ આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેના આધારે હવે આ દળના સૈનિકોને જરૂર પડે ત્યારે નિયમિત સેના માટે તાત્કાલિક સહાયરૂપ થવા બોલાવવામાં આવી શકે છે.
શું છે ટેરિટોરિયલ આર્મી?
ટેરિટોરિયલ આર્મી એટલે એક અર્ધલશ્કરી દળ, જેને “ડિફેન્સની બીજી પંક્તિ” તરીકે ઓળખવામાં આવે છે. આ દળ સામાન્ય રીતે બિનલડાકુ ફરજો માટે તૈયાર રહે છે પણ જરૂર પડ્યે યુદ્ધના સમયે ફ્રન્ટલાઇન સૈનિકોની પાછળથી તાત્કાલિક સપોર્ટ આપે છે. હાલમાં ભારતની ટેરિટોરિયલ આર્મી પાસે અંદાજે 50 હજારથી વધુ સદસ્યો છે, જે રેલવે, IOC જેવી સરકારી યુનિટો ઉપરાંત ઇન્ફેન્ટ્રી અને એન્જિનિયરિંગ બટાલિયનમાં સેવા આપે છે.
યુદ્ધ અને આપત્તિ સમયે મહત્વપૂર્ણ ભૂમિકા
આ દળે 1962, 1965, 1971 અને 1999ના યુદ્ધો ઉપરાંત વિવિધ કુદરતી આફતો દરમિયાન પણ દેશ માટે પોતાની સેવા આપી છે. વર્ષો દરમિયાન તેમની બહાદુરી અને યોગદાન બદલ તેમને 400થી વધુ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે જેમાં શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર અને સેના મેડલનો પણ સમાવેશ થાય છે.
કોણ જોડાઈ શકે છે?
ટેરિટોરિયલ આર્મી એ પાર્ટ-ટાઈમ દળ છે. એટલે કે, નોકરી કે વ્યવસાય કરતા યુવાનો પણ અહીં જોડાઈ શકે છે. ખાસ કરીને એવા લોકો માટે આ યોગ્ય તક છે જેમને કોઈ કારણસર નોકરીથી છૂટકો લઇને દેશસેવા કરવાની ઈચ્છા હોય. ભૂતપૂર્વ સૈનિકો માટે અહીં વિશેષ તક રહે છે. ભરતી માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 42 વર્ષ છે. ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોવો જોઇએ તથા સ્નાતક હોવું જરૂરી છે.
ભરતી અને તાલીમ કેવી રીતે?
નવસૈનિકોને લેખિત પરીક્ષા પછી પસંદ કરવામાં આવે છે, જ્યારે ભૂતપૂર્વ સૈનિકોને સીધી ભરતી મળે છે. આ માટે 6 મહિનાની પ્રી-કમિશન્ડ તાલીમ લેવામાં આવે છે. નિમણૂક બાદ દર વર્ષે બે મહિનાનું ટ્રેનિંગ ફરજિયાત હોય છે. કમિશન મળ્યા પછી બે વર્ષમાં વધુ ત્રણ મહિનાની તાલીમ લેવી પડે છે. તાલીમ દરમિયાન પણ પગાર મળે છે.
પગાર અને લાભ
ટેરિટોરિયલ આર્મીમાં કામ કરતા લોકોને મહિને અંદાજે ₹16,000 થી ₹63,000 સુધીનું વેતન મળતું હોય છે. સિવાયમાં લીવ એન્કેશ્મેન્ટ, ટ્રાવેલ એલાઉન્સ (LTA) અને પેન્શન જેવા લાભો પણ મળે છે. 20 વર્ષની સેવા પછી પેન્શન મળવાનું પણ નિયમિત સેના જેવું જ હોય છે.
કુલ કેટલી બટાલિયન છે?
હાલમાં ટેરિટોરિયલ આર્મી પાસે 32 ઇન્ફન્ટ્રી બટાલિયન છે, જેમાંથી 14 તાત્કાલિક રીતે દેશના વિવિધ કમાન્ડ વિસ્તારમાં તહેનાત કરી શકાય છે. આ બટાલિયનને ડિફેન્સ મંત્રાલય સિવાય અન્ય મંત્રાલયની વિનંતી પર પણ તહેનાત કરી શકાય છે, પણ તેનો ખર્ચ સંબંધિત મંત્રાલયે જ ભોગવવો પડે છે.