21 વર્ષીય એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો છે. મહિલાને શનિવારે એડમિટ કરવામાં આવી હતી. ડોકટર પ્રતિભા ઓસવાલે જણાવ્યું કે 21 વર્ષની મહિલા બબીતાને શુક્રવાર- શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ મહિલા અને બાળકને પહેલાં ડોક્ટરની નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ભોપાલ મોકલવામાં આવ્યા. બાળ રોગ નિષ્ણાંત સોનકરનો દાવો છે કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર છે.
સોનોગ્રાફીમાં કહ્યું હતું કે ટ્વિન્સ છે
મહિલાના પતિએ જણાવ્યું કે પહેલાં તેમણે બે વાર સોનોગ્રાફી કરાવી હતી. તેમાં જોડિયા બાળકો છે એવું જણાવ્યું હતું. આ મહિલા વિદિશા જિલ્લાના માલા ગામની રહેવાસી છે. મહિલાએ રવિવારે સવારે 7:34ના બાળકને જન્મ આપ્યો હતો. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરની ટીમનું કહેવું છે કે આ ઘણો ક્રિટિકલ કેસ હતો. ઓપરેશન પણ ઘણું ક્રિટિકલ હતું. હાલ તો બાળકને આઇસીયુમાં રાખવામાં આવ્યું છે.