ઇંડિગો એરલાઇને ખાસ ઓફર રજૂ કરતા 899 રૂપિયામાં હવાઇસફરની તક આપતી ઓફર રજૂ કરી છે. આ ઓફર કંપનીએ કેટલાક ખાસ રૂટ પર જ આપી છે. આ ઓફર હેઠળ ટિકિટ 8 જાન્યુઆૉરીથી માંડીને 10 જાન્યુઆરી સુધી બુક કરવામાંં આવશે, તેમજ આ બુક કરેલી ટિકીટ 1 ફ્રેબુઆરી 2018થી 15 એપ્રિલ 2018 સુધી માન્ય રહેશે.
આ ઓફર માટે ટિકીટ બુક કરાવવા એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ હોય તો યૂઝર્સને 10ટકા ડિસ્કાઇન્ટ આપવામાં આવશે. ઉપરાંત 600 રૂપિયા સુધીના ઇંડિગોના વાઉચર્સ પણ મળશે. કંપનીની વેબસાઇડ goindigo.in પ્રમાણે દિલ્લીથી ચંદીગઢ જવા માટે 899 રૂપિયા જ આપવા પડશે.