ભારતીયો માટે અમેરિકાની સીટીઝનશીપ મેળવવી છેલ્લાં એક દાયકામાં મુશ્કેલ થઇ ગયું છે. જે લોકો પોતાનું ‘અમેરિકન સપનું’ પૂરું કરવા માંગે છે તેમને વધુ રાહ જોવી પડી શકે છે. આંકડાના મતે છેલ્લાં ત્રીસ વર્ષમાં અમેરિકા આ મામલામાં 2008માં સૌથી વધુ ઉદાર રહ્યું છે. આ વર્ષમાં 65,971 ભારતીયોને અમેરિકાની સીટીઝનશીપ એટલે કે નાગરિકતા મળી હતી. 1995 થી 2000ની વચ્ચે લગભગ 1,20,000 કુશળ વર્કર અમેરિકા જતા હતા.
2017માં અમેરિકાએ 49,601 ભારતીયોને નાગરિકતા આપી. આ દાયકામાં આ આંકડો 2014મા સૌથી ઓછો 37,854 હતો. 2014થી 2017ની વચ્ચે ઇમિગ્રેશનમાં પણ ખાસ્સો ઘટાડો આવ્યો છે. જાણકારોનું કહેવું છે કે H-1B મામલાને જોતા હવે કંપનીઓ ઘણી સાવધાની રાખી રહ્યું છે. એવામાં અમેરિકાને હવે ઓછા ભારતીય એન્જિનિયરોનું જરૂર છે.
1990થી ભારત એવો ત્રીજો દેશ હતો જેને અમેરિકન નાગરિકત્વ મળતું હતું. પહેલાં નંબર પર ચીન અને મેક્સિકો હતું. મોટાભાગે ભારતીયોને ઉચ્ચ કૌશલના આધાર પર વર્ક વીઝા મળતા હતા પરંતુ ઇમિગ્રેશનમાં ઘટાડો આવ્યા બાદ અમેરિકામાં ભારતીય એન્જિનિયરો અને MBAsની માંગ ઘટી ગઇ અને ત્યાંની કંપનીઓ પોતાના દેશનો લોકોને તક આપવા લાગ્યા.
એક ઇમિગ્રેશન લૉયર માર્ક ડેવીસે અગ્રણી મીડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે અમેરિકાની ઇમિગ્રેશન પૉલીસીએ ઉદારતા દાખવી તો મોટી સંખ્યામાં ભારતીયો જવા લાગ્યા. ત્યારબાદ પરિવારના લોકોએ પણ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું પરંતુ પોતાનો વોટિંગ પીરિયડ વધી ગયો. સૌથી વધુ આઇટી કંપનીઓએ અમેરિકામાં ભારતીયોને નોકરીઓ આપી હતી પરંતુ ટ્રમ્પની નીતિ અનુસાર વિદેશીઓને મળનાર નોકરીઓમાં મોટો ઘટાડો આવ્યો છે.