કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સેના દ્રારા ચલાવવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટ અંતર્ગન 14 ડિસેમ્બર 2017 સુધીમાં 206 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તો 14 ડિસેમ્બર સુધીમાં સેનાના 75 જવાનો ઓપરેશન ઓલ આઉટની જવાબદારીમાં શહીદ થાય છે. આ ઉપરાંત 337 જવાનો અન્ય આતંકી ઘટનાઓમાં શહીદ થયા છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે લેખિત જવાબમાં જણાવ્યુ છે કે વર્ષ 2004થી 2017માં અત્યાર સુધીમાં કુલ 4633 આતંકીઓનો સેનાના જવાનોએ સફાયો કર્યો છે. અને હજી પણ આતંકવાદનો સફાયો કરવા સેના સતત તેનું કાર્ય કરી રહી છે. ગત વર્ષ 2016માં 322 આતંકી ઘટનાઓમાં સેનાના 82 જવાન શહીદ થયા હતા. જ્યારે જવાનોએ 150 આતંકીઓને ઠાર કર્યો હતા.