ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે આવી છે. ઇવાન્કા રાત્રે 3 વાગે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર પહોંચી હતી. જતા તેમનું સ્વાગત અમેરિકાના એમ્બેસેન્ડર કેન્નથ જસ્ટર, અમેરિકામાં ભારતના એમ્બેસેન્ડર નવજેતા સરના અને કેન્દ્ર તથા તેલગણા ઓફિસરોએ દ્વારા કરવામાં આવ્યું હતું અને ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને કહ્યું કે સ્પેશ્યિલ ગેસ્ટનું ઉત્સાહથી સ્વાગત છે. ઇવાન્કા એરપોર્ટથી સીધા ટ્રાઇડેંટ હોટલ ગઈ હતી.
ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ મંગળવારથી અહીં શરૂ થઈ છે.આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ સમિટમાં ઈવાન્કા ટ્રમ્પ સમિટમાં અમેરિકી ડેલિગેશનની આગેવાની કરશે. તેઓ સમિટમાં વુમન આંત્રપ્રેન્યોરશિપ લીડરશિપ વિશે સ્પીચ પણ આપશે
52.5 % મહિલાઓ થશે ભાગીદાર
– સમિટમાં 52.5 ટકા મહિલાઓ આ સમિટમાં ભાગીદાર થશે. અફઘાનિસ્તાન , સાઉદી અરબ અને ઈઝરાયેલ સહિત 10 દેશોના ડેલિગેશનમાં મહિલાઓ હશે.
– આ સમિટમાં ભાગ લેનારાઓમાં 31.5 ટકા લોકો 30 વર્ષ અથવા તેમની નાની ઉંમરના છે. સૌથી નાની ઉંમરના આંત્રપ્રન્યોરની ઉંમર 13 વર્ષ છે જ્યારે સૌથી મોટી ઉંમરના આંત્રપ્રેન્યોરની ઉંમર 84 વર્ષ છે.
ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ-2017ની ખાસ વાતો
– 127- દેશોના 1200થી વધુ આંત્રપ્રિન્યોર ભાગ લેશે જીઈએસ-2017માં.
– 400 પ્રતિનિધિ ભારત, 350 અમેરિકા અને બાકી બીજા દેશોથી આવશે.
– 300 ઈન્વેસ્ટર્સ દુનિયાભરના હશે જે રોકાણ માટે સ્ટાર્ટઅપ પસંદ કરશે.
– 100 સ્ટાર્ટઅપ્સની પ્રોડક્ટ અને સર્વિસ પણ અહીં પ્રદર્શિત કરાશે.
– 31.5% આંત્રપ્રિન્યોર 30 અથવા ઓછી ઉંમરના. યુવા આંત્રપ્રિન્યોરની સૌથી મોટી સમિટ.
-10 દેશોની ટીમમાં ફક્ત મહિલાઓ. તેમાં સાઉદી અરબ, અફઘાનિસ્તાન તથા ઈઝરાયલ.
– સમિટમાં પ્રોડક્ટ પ્રદર્શિત કરનારા માટે અનેક ઇનામો રખાયાં છે.
ઓબામાએ જીઇએસ શરૂ કરી હતી, ભારત પ્રથમ દક્ષિણ એશિયન દેશ
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના ખાનગી પ્રયાસોથી પ્રથમ સમિટ 2010માં વોશિંગ્ટનમાં શરૂ થઇ. તૂર્કી, યુએઈ, મલેશિયા, મોરેક્કો અને કેન્યામાં પણ તેનું આયોજન થઈ ચૂક્યાં છે. ભારત પ્રથમ દક્ષિણ એશિયન દેશ છે જ્યાં આ સમિટ યોજાશે.
ઈવાન્કાને ગિફ્ટ આપવામાં આવશે પોચમપલ્લીની સાડીઓ
– રાજ્ય સરકાર સમિટમાં ભાગ લેનારાઓને પોચમપલ્લીનો ડ્રેસ ગિફ્ટ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. જેથી તેને અન્ય દેશોમાં પણ પબ્લિસિટી મળી શકે.
– સમિટમાં તેલંગાણા સરકાર ઈવાન્કાને ગિફ્ટમાં પોચમપલ્લીની બે રેશમી સાડીઓ અને હીરાનો નેકલે