13 ડિસેમ્બરે 2001 તારીખે દેશના લોકતંત્રના મંદિર પર લશકર-એ-તોઈબાના 5 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાને અાજે 17 વર્ષ થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપપ્રમુખ વૈન્કેયા નાયડુ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના નવા-ચૂંટાયેલા પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, સુમિત્રા મહાજન, લાલકૃષ્ણ અડવાણી.સહિત અનેક નેતાઓઅે આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
લોકતંત્રના મંદિર પર અાતંકી હુમલો થયો ત્યારે 2001ના13 ડિસેમ્બરે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. સદભાગ્યે સંસદ સત્ર થોડા સમય પહેલા જ સ્થગિત થયું હતું. કેટલાક સદસ્ય તે સમયે પરિસરમાં હતા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈ સહિત અનેક નેતાઓ સદનમાંથી નીકળી ગયા હતા.
આતંકવાદીઓએ 11.20 મિનિટે સંસદ પર હુમલો કર્યો હતો. સફેદ રંગની કારમાં સવાર 5 આતંકી સંસદ ભવન પરિસરમાં ઘુસ્યા હતા, આતંકીની કાર પર ગૃહ મંત્રાલયનો લોગો હતો અા જ કારણે સુરક્ષામાં ચૂક થઈ. સિક્યોરિટી ગાર્ડે તેઓને જવાદીધા આતંકવાદીઓએ કારથી ઉતરી ધનાધન ફાયરિંગ શરૂ કર્યું.
હાથગોળા અને એકે 47 સહિત અત્યાધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામે જે પણ આવ્યા તેને મારી નાખ્યા હતા. સુરક્ષાકર્મીઓએ વળતો જવાબ અાપતા તમામ અાતંકીઓ ઠાર કર્યા હતા તો હુમલામાં12 જવાનો શહીદ થઈ ગયા હતા. સંસદ ભવન સુધી પહોંચેલા અાતંકીઓથી સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા.