બિહારની રાજધાની પટનામાં અતિક્રમણ હટાવવા માટે ગયેલી ટીમ અને પોલીસ પર સ્થાનિકો હુમલો કર્યો હતો આમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે હુમલામાં સિટી એસપી અમરીશ રાહુલ પણ ઘાયલ થયા હતા. ખરેખર, પોલીસ અતિક્રમણ હટાવવા રાજીવ નગર પહોંચી હતી. આ માટે 17 જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે 2000થી વધુ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
સ્થાનિક લોકોના વિરોધ બાદ પણ કોર્પોરેશનની કાર્યવાહી અટકતી નથી પોલીસને સાથે રાખી મકાનો તોડી રહી છે. લોકો પોતાના ઘરની છત પરથી અન્ય મકાનો તોડી પડતા જોઈ રહ્યા છે. પટના ડીએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
રાજીવ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નેપાળી નગરમાં 70 ઘરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે જ્યારે અમે અતિક્રમણ હટાવવા આવ્યા ત્યારે સ્થાનિક લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. લોકોના પોતાના ઘરની છત પરથી અમારા પર પથ્થરો ફેંક્યા હતા. આ દરમિયાન અમારા ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. નેપાળી નગરમાં હાલ સ્થિતિ તંગ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે