૩૧ ઓક્ટોબર પછી કઠોળની આયાત પર પ્રતિબંધ આવશે. આયાતકારો એમ માનતા હતા કે ૩૧ ઓક્ટોબર પછી કઠોળની આયાતની તારીખ લંબાવાશે પરંતુ આધારફૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૧ ઓક્ટોબર પછી કઠોળની આયાત સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. સત્તાવાળાઓએ ચાર મીલીયન ટન કઠોળની આયાતની જાહેરાત કરી હતી. ્ત્યાર સુધીમાં માંડ દોઢથી બે લાખ ટન કઠોળની આયાત થઈ શકી છે.
કેેનેડા અને રશિયાથી થતી કઠોળની આયાતના કારણે કઠોળના ભાવોમાં ૮થી ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાક અઠવાડિયામાં કઠોળનો નવો પાક આવશે ત્યારે કઠોળના ભાવ વધુ ઘટવા સંભવ છે.
આયાતકારો એમ માનતા હતા કે કઠોળ આયાત કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબરને લંબાવવામાં આવશે. હાલ મિલર્સ એસોસીએશને કોમર્સ પ્રધાન પિયુષ ગોયેલને વિનંતી કરી હતી કે ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદને વધુ ત્રણ-ચાર મહિના લંબાવાય તો કઠોળનો પૂરતો જથ્થો મંગાવી શકાય. સખત વરસાદના કારણે પુરતી આયાત થઈ શકી નથી.
કઠોળના ઘટતા ભાવથી સરકાનરે મોટી રાહત થઈ છે. કઠોળના આયાતના કારણે કઠોળની અછત ઊભી થઈ શકી નથી. સરકારનો અત્યાર સુધીનો એવો અનુભવ છે કે કઠોળનો જથ્થો ઘટતાં જ તેના ભાવોમાં ઉછાળો આવે છે. એક તબક્કે તુવેરની દાળના કિલોના ભાવ ૧૫૦ રૂપિયા બોલાતા હતા. આજે તે ૫૨ રૂપિયાની આસપાસ સ્થિર રહે છે. કઠોળનું ઉત્પાદન વધતાં સ્થિતિ એવી ઊભી થઈ છે કે લઘુત્તમ ટેકાના દર કરતાં પણ ઓછી કિંમતે વેચાય છે.
ઈંદોર અને બિકાનેરની મંડીમાં ચણઆના ભાવમાં દશ ટકા ઘટાડો નોંધાયો છે. મુંબઈના જથ્થાબંધ માર્કેટમાં તુવેરની દાળનો ભાવ ૫૦ રૂપિયાનો બોલાય છે.