ફેબ્રુઆરી મહિનાની શરૂઆત બેંક બંધ થવાની સાથે થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. 1 ફેબ્રુઆરીએ બેંક કર્મચાકીઓની હડતાલ છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે (RBI)આ મહિનામાં બેંકોની રજાનું લિસ્ટ જારી કર્યું છે. તેના અનુસાર, ફેબ્રુઆરીમાં 12 દિવસની રજા છે, આ 12 દિવસમાં અલગ અલગ રાજ્યોમાં બેંકની રજાઓ સામેલ છે. આ દરમિયાન ખાતાધારકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે તેથી બેંક સાથે સંબંધિત કોઈ કાર્ય હોય, તો તે સમયસર પૂર્ણ કરી લો.
જાણો ફેબ્રુઆરીમાં ક્યારે બેંક બંધ રહેશે
- 1 ફેબ્રુઆરી – એક ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હોવાને કારણે સમગ્ર દેશની બેંક બંધ રહેશે
- 2 ફેબ્રુઆરી- રવિવારની રજાના કારણે સમગ્ર દેશની બેંક બંધ રહેશે
- 8 ફેબ્રઆરી- 8 ફેબ્રુઆરીએ મહિનાનો બીજો શનિવાર છે. એટલા માટે બેંકોમાં કોઈ કામગીરી થશે નહીં.
- 9 ફેબ્રુઆરી- રવિવારની રજાના પગલે બેંક બંધ રહેશે
- 15 ફેબ્રુઆરી- ઇમ્ફાલમાં લુઈ-નગાઈ-નીના કારણે બેંકોમાં રજા રહેશે
- 16 ફેબ્રુઆરી- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે
- 19 ફેબ્રુઆરી- છત્રપતિ શિવાજીની જયંતી હોવાને કારણે બેલાપુર, મુંબઈ, નાગપુરની બેંકોમાં રજા રહેશે
- 20 ફેબ્રુઆરી- આઇઝોલમાં સ્ટેટ ડેના કારણે બેંકોમાં કામગીરી નહીં થાય
- 21 ફેબ્રુઆરી- મહાશિવરાત્રીના કારણે, અમદાવાદ, બેલાપુર, બેંગ્લુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચિ, લખનઉ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
- 22 ફેબ્રુઆરી- મહીનાનો ચોથો શનિવાર હોવાને કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
- 23 ફેબ્રુઆરી- રવિવાર હોવાથી રજા રહેશે.
- 24 ફેબ્રુઆરી- ગંગટોકમાં લોસરના કારણે બેંક બંધ રહેશે