સંસદના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આ સત્રમાં ૬૭ વિધેયક પર ચર્ચા કરવામાં આવશે. જોકે કેટલાક મહત્ત્વનાં બિલ પેન્ડિંગ છે. ચોમાસું સત્ર દરમિયાન ૪૦ એવાં બિલ છે જેને મોદી સરકાર વર્ષ ૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ તરત જ લાવી હતી. પરંતુ હજુ સુધી આ તમામ બિલ પેન્ડિંગ છે. બીજી તરફ વિપક્ષ સંસદમાં સરકારને ઘેરવાની તૈયારીમાં છે ત્યારે આ તમામ બિલ પાસ થવા મુશ્કેલ લાગી રહ્યાં છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સત્રની પૂર્વસંધ્યાએ તમામ પક્ષોને સૂચન કર્યું હતું કે, લોકહિતને ધ્યાનમાં રાખીને સંસદમાં મહત્ત્વનાં બિલો પસાર કરવા માટે તમામે એક થવું જોઈએ. કેન્દ્ર સરકારમાં મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ અટવાયેલાં ૧૨ બિલને લોકસભામાંથી બહુમતી મળી ચૂકી છે પરંતુ, રાજ્યસભામાં અટવાઈ પડયાં છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં લેતા સંસદનું મોન્સૂન સત્ર તોફાની બની રહે તેવું લાગી રહ્યું છે. છેલ્લે બજેટ સત્ર પણ તોફાની બની રહ્યું હતું. કામકાજના દૃષ્ટિકોણથી ૧૬મી લોકસભાનો રેકોર્ડ પણ ખરાબ રહ્યો હતો. આ વખતે કેન્દ્ર સરકારનું લક્ષ્ય ભૂમિ અધિગ્રહણ બિલ છે. જેને તે પાસ કરવવા માટે પ્રયાસ કરી રહી છે. આ અગાઉનાં સત્રમાં પણ આ બિલને લઈને વિવાદ થયો હતો. સરકાર ટૂંક સમયમાં આ બિલને પસાર કરવા માગે છે. જેમાં વિપક્ષનું વલણ સંપૂર્ણ વિરોધ કરવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષ સૂટ-બૂટ વાળી સરકાર અને વેપારીઓનાં સંબંધીઓની પાર્ટી જેવા નામથી કટાક્ષ કરી રહ્યા છે. નાગરિકતા સાથે જોડાયેલું બિલ પણ સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે જે સરકારના ટોપ લિસ્ટમાં છે. જેમાં ગેરકાયદે રીતે ભારતમાં શરણાર્થી બનીને રહેતા લોકોને નાગરિકતા આપવાની વાત છે. અનેક સમુદાયના લોકો ભારતમાં શરણાર્થી તરીકે વસી ગયા છે. ખાસ કરીને બાંગ્લાદેશીઓનો મુદ્દો અગત્યનો છે. અાસામ અને પશ્રિમ બંગાળમાં આ મુદે અનેક વિરોધ પણ થયેલા છે. આ વિષય પર વિપક્ષ ભાજપ પર હિંદુત્વના મુદ્દે આક્ષેપ કરી શકે છે. સંસદમાં આ વખતે મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા લોકપાલ, ભૂમિ અધિગ્રહણ, વ્હીસલ બ્લોઅર સંરક્ષણ, ટ્રાન્સજેન્ડર અધિકાર, ટ્રિપલ તલાક, ભાગેડુ આર્થિક આરોપીઓ, નદી વિવાદ જેવાં બિલ અટવાયેલાં છે. જેમાં સરકાર ટ્રિપલ તલાક અને ભૂમિ અધિગ્રહણ બિલને બહુમતીથી પાસ કરવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ટ્રિપલ તલાક બિલને લઈને સમગ્ર દેશમાં રાજકીય ખેંચણાત જોવા મળી છે. સરકાર માટે રાજ્યસભામાં અટવાયેલાં બિલને પાસ કરવાં એ પડકારથી કમ નથી. આ પહેલાના સત્રમાં સંસદમાં દમદાર હંગામો જોવા મળ્યો હતો. સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર મચી ગઈ હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.