ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા સુભાષ ચંદ્ર બોઝની નિરંતર દેશ ભક્તિથી તેમને દેશના ‘નાયક’ બનાવી. 23 જાન્યુઆરી 1897માં ઓરીસ્સાના કટક શહેરમાં એક નામચીન વકીલ જાનકીદાસ બોઝના ઘરે અા મહાપુરૂષે જન્મલીધો જે પછી હરેકનું હૃદય જીતનાર’નેતાજી’ના નામથી જગપ્રસિદ્ધ થયા.
બાળપણથી જ નીડર અેવા સુભાષ ચંદ્ર બોઝે 1913માં કલકત્તાના પ્રેસિડેન્સી કોલેજમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1919માં કલકત્તા યુનિવર્સિટીથી બી.એ. પરીક્ષા પાસ કર્યા બાદ તે આઈસીએસની પરીક્ષા માટે ઇંગ્લેંડ ગયા.ઓગસ્ટ 1920માં પ્રથમ વર્ગમાં પરીક્ષા પાસ થયા બાદ તેમણે શાહી નોકરીને લાત મારી બ્રિટિશ સરકારની જી – હજુરીના બદલે દેશની સેવાને પ્રાથમિકતા આપી હતી.
ભારત પરત ફર્યા બાદ બાંગ્લાદેશમાં દેશબંધુ ચિતરંજનદાસથી પ્રભાવિત થયા પછી તેમણે તેમને પોતાના રાજકીય ગુરુ બનાવી અને 1921માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્ય પદ મેળવ્યુ.
1940માં રામગઢ અધિવેશનમાં (કોંગ્રેસ) ની તક પર સુભાષે ‘સમાધાન વિરોધી કોન્ફરન્સ’ યોજવાની સાથે એક ખૂબ જ જોશીલું ભાષણ આપ્યું જેનાથી નારાજ બ્રિટિશ સરકારે તેમને કેદ કર્યા. ત્યાંથી તેઓએ ભૂખ હડતાલ શરૂ કરી, જેના કારણે અંગ્રેજોએ છોડવા પડ્યા.
અંગ્રેજો સામે લડત અાપવા તામણે જાપાનના સહકારથી આઝાદ હિંદ ફૌઝની સ્થાપના કરી અને પ્રોત્સાહન આપતા યુવાનોને કહ્યું, ”તુમ મુઝે ખુન દો મૈ તુમ્હે આઝાદી દુંગા. ”
18 ઓગસ્ટ, 1945ના રોજ હવાઇજહાજમાં સિંગાપોરથી ટોકિયો જતી વખતે તેમના વિમાનને દુર્ઘટના નડી અામ સ્વતંત્રતા ચળવળનો એક ખૂબ મહત્વના અધ્યાયનો અંત આવ્યો. સ્વતંત્રતાના પુજારી સુભાષે ભારતની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની અાહુતી અર્પી.બલિદાનની આ પ્રતિમાને કોટી કોટી વંદન.