રેલવે માટે કેટરિંગની કામગીરી કરતી કંપની વૃદાવન ફૂટ પ્રોડક્ટ્સ કર્મચારીઓની નિમણૂક માટે જાતિ આધારિત જાહેરખબર આપીને વિવાદમાં ફસાઈ ગઈ છે. IRCTCએ આ બાબતમાં ગુરુવારના રોજ કંપની સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ આ જાહેરખબરને શેર કરી રહ્યા છે. કેટલાક લોકો આ જાહેરખબરની ટીકા પણ કરી રહ્યા છે. વાસ્તવમાં કંપનીએ ટ્રેન કેટરીંગ મેનેજર, બેઝ કિચન મેનેજર અને સ્ટોર મેનેજર માટે 100 પદ પર નિયુક્તિ માટે એક જાહેરખબર આપી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે ઉમેદવારો અગ્રવાલ વૈશ્ય સમાજના હોય અને સારી પારિવારીક પૃષ્ઠભૂમિક ધરાવતા હોવા જોઈએ. આ પદ માટે ધોરણ 12 પાસ થયેલ હોવા જોઈએ.
કંપનીએ જાહેરાત આપનાર કર્મચારીને નોકરીમાંથી દૂર કર્યો
IRCTC એ કહ્યું છે કે અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે. કોન્ટ્રેક્ટરને જાતી આધારિત જાહેરાત આપવી જોઈએ નહીં અને કોઈ પણ પ્રકારની જાતિ, સમુદાય, ધર્મ અથવા ક્ષેત્રના આધારે આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે. વિવાદ વધતા કંપનીએ જાહેરાત આપવા જવાબદાર એચઆર વિભાગના કર્મચારીને નોકરીમાંથી દૂર કર્યો છે.