ફેક ન્યૂઝને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે પત્રકારો માટે કેટલીક નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે મુજબ, જો કોઇ પત્રકાર ફેક ન્યૂઝ આપે છે અથવા તેનો પ્રસાર કરતો દેખાશે તો તેની માન્યતા હંમેશ માટે રદ થઇ શકે છે.
માન્યતા પ્રાપ્ત પત્રકારો માટે સંશોધિત દિશા નિર્દેશોમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલીવાર ફેક ન્યૂઝ પ્રકાશિત અથવા પ્રસારણની પુષ્ટિ થવા પર માન્યતા પ્રાપ્ત પત્રકારની માન્યતા 6 મહિના માટે રદ કરવામાં આવશે. બીજીવાર તેમ થવા પર આ કાર્યવાહી એક વર્ષ માટે થશે. પરંતુ જો ત્રીજીવાર આવી ભૂલ થશે તો માન્યતા હંમેશ માટે રદ કરી દેવામાં આવશે.એકવાર ફરિયાદ નોંધાઇ ગયા પછી આરોપી પત્રકારની માન્યતા તપાસ દરમિયાન રદ રહેશે.