રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. તે પહેલા રાજ્યમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે.ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતમાં ચૂંટણી ખૂબ જ રોંમાચક અને રસપ્રદ બનવા જઇ રહી છે. જેમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ સાથે ત્રીજી પાર્ટી દ્રારા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. ચૂંટણી પહેલા તમામ રાજ્કીય પાર્ટી દ્રારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપ આ વખતે 150 પ્લસ બેઠકો જીતવાની તૌયારી બતાવી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્રારા 125 બેઠકો જીતવાનો દાવો કરાઇ રહ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતવાઘાણી આવર-નવાર પોતાના નિવેદનો લઇ ચર્ચામાં રહેતા હોય છે કેટલીક વાર નિવેદન આપતા અતિઉત્સાહમાં આવી ભાંગરો વાટી જાય છે આજે ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ જીતવાઘાણીએ 2023 ભુપેન્દ્ર ભાઇ ગુજરાતના મુખ્યમંત્રી ફરી બનશે તેવો દાવો કર્યો છે. જેના પગલે કોંગ્રેસ દ્રારા આ નિવેદનને લઇ ભાજપ પર પ્રહાર કર્યા હતા કોંગ્રેસ પ્રભારી રઘુશર્માએ જીતુવઘાણીના આ નિવેદનને મતદારોનો અપમાન સમાન ગાણવ્યા હતા તેમણે કહ્યુ કે આ જીતુવાઘાણી નહી ગુજરાતની જનતા નક્કી કરશે કે ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે તેમણે જીતુવાઘાણીના આ નિવેદનને લોકતંત્રમાં અભિમાન ગણાવ્યુ હતું.
