કોરોનાના વધી રહેલા કહેરને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પરતું દરેક પ્રયાસમાં નિષ્ફળતા જ જોવા મળી હતી. જો કે કોરોના વાયરસને રોકવા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્મા કંપની ગ્લેન માર્કે કોરોના વાયરસની દવાની શોધ કરી હોવાનો દાવો કર્યો છે અને આ દવા સોમવારથી બજારમાં મુકવામાં આવશે.
અત્યાર સુધી કોરોનાને હરાવવામાં કોઈપણ દેશને સફળતા મળી નથી. કોરોના વાયરસ સતત ફેલાતો જાય છે અને લોકોને મોતની નિંદરમાં સુવડાવી રહ્યો છે. તેવામાં ફાર્મા કંપનીએ એક મોટો દાવો કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, કોરોના સામે લડવા માટે દવાની શોધ કરી લેવામાં આવી છે અને તે દવાનો કોર્સ 10થી 15 દિવસનો કરવાનો રહેશે. આ દવા સોમવારના દિવસે તમામ માર્કેટમાં રાખવામાં આવશે અને ગરીબ માણસ પણ ખરીદી શકે તેવી 130 રુપિયાની કિંમત રાખવામાં આવી છે. જો કે આ દવાનું નામ ફેબીપીરાવર રાખવામાં આવ્યું છે.