બિહારના બક્સર જિલ્લામાં કોરોના વાયરસ બીમારીને લઈ એક અજીબ કિસ્સો જોવા મળ્યો. કોરોના બીમારીની પૂજાને લઈ મહિલાઓ ગંગા કિનારે આવી પહોંચી. કોરોના બીમારીને ત્યાંની મહિલાઓએ કોરોના માઈ ગણાવી. કથિત જાણકારી અનુસાર, ગંગામાં સ્નાન પછી મહિલાઓ 9 લાડુ અને ગલગોટાના ફૂલ, 9 લવિંગ, 9 અગરબત્તીને પૂજા પછી જમીનમાં દાટી દીધી. તેને જોયા પછી ત્યાં સૌ કોઈ હેરાનીમાં મૂકાઈ ગયા.
બિહારના બક્સરમાં ભારે વરસાદની વચ્ચે અચાનક મહિલાઓની ભીડ ગંગા કિનારે સ્નાન કર્યા પછી પૂજા કરવા લાગી. લાગુ અને ગલગોટાના ફૂલની સાથે ગોળ અને તલને મહિલાઓએ પૂજા પછી જમીનમાં દાટી દીધા. મહિલાઓની આ પૂજા વિશે જાણ થઈ તો સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.
સવાલ એ બને છે કે, આ મહિલાઓને આ પૂજાનો આઇડિયા આખરે આવ્યો ક્યાંથી? પૂજા કરવા માટે આવેલી એક મહિલા કુસુમ દેવીની માનીએ તો એક વીડિયોના માધ્યમથી તેમને જાણ થઈ કે કોરોનાને જો ભગાવવું છે તો તેની પૂજા લાડુ, ફૂલ અને તલથી કરવાની રહેશે. ત્યારે જ તે પોતાના પ્રકોપ દૂર કરશે અને તેનાથી છૂટકારો મળશે. એવામાં જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે આ અંધવિશ્વાસ નથી તો તેમણે કહ્યું કે, જો એવી વાત છે તો અમારી આસ્થા અંધ છે અને અમે પૂજામાં વિશ્વાસ રાખીએ છીએ.
તો બીજી તરફ છપરા જિલ્લામાં પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં એક મહિલા દ્વારા કહેવામાં આવે છે કે ખેતરમાં બે મહિલાઓ ઘાંસ કાપી રહી હતી. તો બાજુમાં એક ગાય ઘાંસ ચરી રહી હતી. આ દરમિયાન ગાય મહિલા બની ગઈ, એવામાં ઘાંસ કાપી રહેલી મહિલાઓ ડરીને ભાગી ગઈ. ત્યારે ગાયમાંથી મહિલા બનેલી મહિલાઓએ તે ભાગી રહેલી મહિલાઓને રોકી અને કહ્યું, તમે ડરો નહીં. અમે કોરોના માતા છે. મારો દેશમાં પ્રસાર પ્રચાર કરો અને સોમવારે કે શુક્રવારે પૂજા સામગ્રી ચઢાવી મારો આશીર્વાદ લો. અમે જાતે જતા રહીશું.
બ્રમ્હપુત્ર પ્રખંડના અધૂરા ગામમાં ગંગા કિનારે આવેલી મહિલાઓને અંધવિશ્વાસ અને વિશ્વાસની સાથે કોઈ લેવા-દેવા નથી. મહિલાઓ કોરોનાને સમાપ્ત કરવા માટે કોરોના માઈની પૂજાને વધારે પ્રાથમિકતા આપી રહી છે. તેના માટે દિવસ પણ નક્કી છે. સોમવાર અને શુક્રવાર. એવામાં આજે શુક્રવારે ભારે વરસાદની વચ્ચે મહિલાઓએ કોરોના માઈની પૂજા કરી.