ઝારખંડ માં એક એવો મામલો સામે આવ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. રાજધાની રાંચીમાં માત્ર એક વ્યક્તિને ળઈને ટ્રેન પહોંચી. તે પણ કોઈ સાધારણ ટ્રેન ન હતી પરંતુ રાજધાની ટ્રેન માત્ર એક મહિલા યાત્રીને લઈને ઝારખંડની રાજધાની રાંચી પહોંચી, આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે. પરંતુ આ સાચું છે. અનન્યા નામની આ મહિલાની જીદ સામે રેલવે એ પણ ઝુકવું પડ્યું.
માત્ર એક યાત્રીને લઈને રાંચી પહોંચી રાજધાની ટ્રેન
આ સમગ્ર મામલો દિલ્હી-રાંચી રાજધાની સ્પેશ્યલ ટ્રેનની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અનન્યા નામની એક છોકરીએ મુગલસરાયથી તે ટ્રેનમાં ચડી. તેની બોગી નંબર બી-3 અને બર્થ નંબર 51 ઉપર બેઠી હતી.તો ટ્રેનમાં કુલ 930 યાત્રી હતા. ટ્રેન જ્યારે ડાલ્ટનગંજ પહોંચી તો ત્યાં ટાના ભગતનું આંદોલન ચાલી રહ્યું હતું. જો કે, રેલવેના અધિકારીઓને લાગ્યું કે આ આંદોલન પૂર્ણ થઈ ગયું હશે. અને ટ્રેન રાત્રએ ત્યાંથી રાંચી જવા માટે નીકળી જશે. પરંતુ એવું થયું નહીં અને આંદોલન ચાલી રહ્યું હતું. જેના કારણે ટ્રેનને આગળ વધારવામાં ન આપી. બાલમાં રેલવેએ યાત્રિકોને મોકલવા માટે બીજો રસ્તો પણ રાખવામાં આવ્યો છે. પરંચુ તે ટ્રેનમાં બેસેલી એક છોકરીએ ટ્રેનને છોડીને કોઈ અન્ય સવારી ઉપર જવાની મનાઈ કરી દીધી છે. રિપોર્ટમાં કહેલામાં આવ્યું છે કે, 929 યાત્રિકોને રેલવેએ બસથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી મોકલી દીધા હતાં. પરંતુ અનન્યાએ કહ્યું કે, તે બસથી નહીં જાય. રેલવેએ કારથી પણ ઘર મોકલવાની ઓફર કરી તો તેને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.
યાત્રીએ કહી આ વાત
અનન્યાનું કહેવું હતું કે, જો તેને બસ, કારથી રાંચી જવું હતું તો તે ટ્રેનની કિંમત કેમ લે. તે બસથી રાંચીની યાત્રા કરી શકતી હતી. અનન્યાને સમજાવવાની ઘણી કોશિષ કરવામાં આવી પરંતુ તે એકની બે ના થાય. મજબુરીરૂપે માત્ર એક યાત્રી માટે રેલવેએ વધારાના 523 કિલોમીટરની મુસાફરી કરીને રાંચી પહોંચાડવી પડી. એટલું જ નહીં રેલવેએ સુરક્ષા પણ આપવી પડી. એક સીઆરપીએફના જવાન અને એક મહિલા સીપાઈ અનન્યાની સાથે રાંચી સુધી સાથે ગઈ. અનન્યાએ જણાવ્યું કે, તે મુળરૂપે રાંચીની રહેનારી છે અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી લોનું ભણી રહી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, રેલવેના ઈતિહાસમાં આ પહેલી વખત થયું હશે કે, એક યાત્રીને લઈને ટ્રેન પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી.