છેલ્લા ચાર દાયકાથી પક્ષીશાસ્ત્રીઓના નીરિક્ષણ અને સંશોધન પરથી સાબીત થયું છે કે વિવિધ પ્રકારની ચકલીઓનું કદ ઘટી રહયું છે. આ સંશોધન રિપોર્ટ મિશિગન યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ એનવાર્યમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટીના જીવ વિજ્ઞાાની બ્રાયન વીકસએ તૈયાર કર્યો છે.ઉત્તરી અમેરિકાના શિકાગોમાં એક ઇમારતમાં ઘૂસીને ટકરાઇને મરી રહેલા નાના ચકલી આકારના પ્રવાસી પક્ષીઓ પર વૈજ્ઞાાનિકો ૧૯૭૮થી ધ્યાન રાખી રહયા હતા.ખાસ કરીને પાનખરની સિઝન શરુ થાય ત્યારે પ્રવાસી પક્ષીઓ એક જગ્યાએથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. આ દરમિયાન પક્ષીઓના અકુદરતી મોતની ઘટનાઓ ખૂબ બને છે. ૧૯૭૮ થી ૨૦૧૬ની વચ્ચે મુત્યુ પામેલા ૭૦૭૧૬ પક્ષીઓના સ્ટડી કર્યા પછી ધ્યાનમાં આવ્યું કે ઘણા પક્ષીઓનું કદ,વજન ઘટતું જાય છે અને પાંખો લાંબી થતી જાય છે. રિસ્રર્ચરોએ મુત્યુ પામેલા પક્ષીઓના શરીર માપ્યા અને તેમના વજનનો પણ રેકોર્ડ રાખ્યો હતો. એ મુજબ શરીરના વજનમાં સરેરાશ ૨ થી ૩ ટકા ઘટાડો જોવા મળ્યો હતો જયારે પગના હાડકાની સરેરાશ લંબાઇ ૨.૪ ટકા ઓછી જણાઇ હતી. તેની સરખામણીમાં પાંખોની લંબાઇમાં ૨ ટકા જેટલો વધારોે જોવા મળ્યો હતો. આને લગતા રિસર્ચમાં ગૌરૈયા,બાર્બલર જેવા ૫૦ થી વધુ જાતના પક્ષીઓ ઉપરાંત વિવિધ જાતની ચકલીઓનો પણ વિશેષ સમાવેશ થતો હતો.
દુનિયાની તમામ ચકલીઓને અસર થઇ હોવાની શકયતા
જળવાયુ પરીવર્તનના કારણે પક્ષીઓના આકાર અને દેખાવમાં ફેરફાર માત્ર અમેરિકા જ નહી સમગ્ર દુનિયામાં અસર થઇ હોય એવું બની શકે છે. આ અંગે બૈર્ગમેનનો સિધ્ધાંત ટાંકવામાં આવે છે એ મુજબ એક જ પ્રજાતિનો જીવ જયારે ગરમ વાતાવરણમાં થોડો નાનો અને ઠંડા વાતાવરણમાં થોડો મોટો જણાય છે. અગાઉ રિપોર્ટ આવ્યો હતો કે અમેરિકા અને કેનેડામાં ચકલી આકારના નાના પક્ષીઓની સંખ્યામાં ૨૯ ટકા ઘટાડો થયો છે.આ અંગેનો રિસર્ચ અહેવાલ ઇકોલોજી લેટર્સ જનરલમાં પ્રકાશિત થયો છે.