જમ્મૂ કાશ્મીરના બાંદીપોરના હજિનમાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. હાલ આતંકી અને સેના વચ્ચે અથડામણ ચાલુ જ છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સવારે શાકુર્દીન ગામમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારે સેનાએ તે ગામ ઘેરી લીધુ છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. સેનાને જોઈને જ આતંકીઓ ગભરાઈ ગયા હતા અને તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ત્યારપછી સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે સવારે અંદાજે પાંચ વાગે સેનાએ આતંકીઓને શોધવાનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે આતંકીઓ કેટલી સંખ્યામાં છે અને ક્યાં છુપાયા છે તે વિશેની હજુ કોઈ માહિતી મળી નથી. બાંદીપોરમાં મંગળવારે પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આજે સવારે પાંચ વાગ્યાથી શરૂ થયું એન્કાઉન્ટર