જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણ બદલાતા મા વૈષ્ણોદેવીના ભવન પર થઈ પ્રથમ હીમવર્ષા. વાતાવરણ બદલાતા હેલિકોપ્ટરની સેવા થોડીવાર માટે અટકાવાઈ હતી. સ્થાનીક અધિકારીએ માહિતી અાપતા જણાવ્યું હતુ કે જમીન પર જાણે કે બરફની ચાદર છવાઈ ગઈ હતી અનોખો નજારો જોવા મળ્યો હતો.ઠંડીથી બચવા શ્રદ્ધાળુઓઅે તાપણા કર્યા હતા.
પશ્ચિમ વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા જેનાથી સુષ્ક વાતાવરણ અાહ્લાદક બન્યુ હતુ. પ્રવાસીઓ માટે હિમવર્ષાથી વાતાવરણ પ્રસન્ન બન્યુ હતુ કુદરતનો અા નજારો જેવો કોઈ અવસર સમાન છે.
હવામાન વિભાગ અનુસાર હિમાલયથી અાવતા ઠંડા પવનોથી છેક દિલ્હી સુધી ઠંડીનું પ્રમાણ વધ્યુ હતુ.પંજાબના કેટલાક વિસ્તારોમાં વર્ષાદ પડતા ઠંડી વધી હતી. હિમવર્ષા અને વર્ષાદ પડવાથી વાતાવરણમાં ઠંડી વધી હતી.