કેંદ્ર સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલમાં સુધારો કર્યો છે. આ નિયમમાંથી ‘થેલીઓની નક્કી કિંમત’ની જોગવાઈ દૂર કરી છે. આ નિયમ પ્રમાણે વેપારીઓ જેઓ પ્લાસ્ટિકની થેલીઓમાં વસ્તુઓ વેચતાં હોય તેમણે જે-તે સ્થળની સ્થાનિક સંસ્થાઓમાં રજિસ્ટર કરાવવું પડતું અને તેના માટે ફી પણ ચૂકવવી પડતી હતી. પ્લાસ્ટિક બેગના આ કાયદામાં સુધારાથી નાના પાયે ધંધો કરતાં વેપારીઓને ફાયદો થશે, પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટને અલગ પાડવા માટે ફી રૂપે જે રૂપિયા મળતાં તે હવે નહીં મળે. જો કે એક અધિકારીના મતે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માર્કેટ અસોસિએશન પાસેથી હજુ ફી વસૂલી શકે છે. આ સુધારામાં મલ્ટી લેયર પ્લાસ્ટિક (MLP) કે જેને રિસાઈકલ નથી કરી શકાતા કે ફરી ઉપયોગમાં નથી લઈ શકાતા તેના માટે પણ પ્રક્રિયા નક્કી કરાઈ છે. આ સિવાય ઉત્પાદકો, આયાતકાર અને પ્લાસ્ટિક બ્રાંડના માલિકોના રજિસ્ટ્રેશન માટે પણ કેંદ્રીય રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરાઈ છે. આ પગલાંથી પ્રદૂષણ પર નજર રાખતી સંસ્થા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દેશભરમાં થતા પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ પર રાજ્યની એજંસીની મદદથી નજર રાખી શકશે.સરજિસ્ટ્રેશનની કેંદ્રીય સિસ્ટમ CPCB દ્વારા તૈયાર કરાઈ છે. આ સુધારાઓને ઉદ્દેશતાં પર્યાવરણ મંત્રાલયે કહ્યું કે, “ઉત્પાદકોના રજિસ્ટ્રેશન માટે કેંદ્રીય કક્ષાની એક-બે રાજ્યોમાં રજિસ્ટ્રેશનની સુવિધા અપાઈ છે. તો નાના ઉત્પાદકો અને બ્રાંડ માલિકો માટે રાજ્યકક્ષાની રજિસ્ટ્રેશન સિસ્ટમ 1-2 રાજ્યોમાં શરૂ કરાઈ છે.” સ્ટેક હોલ્ડર્સ દ્વારા કરાયેલી અનેક રજૂઆતોને પગલે મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેંટ રૂલ, 2016 અને સોલિડ વેસ્ટ મેનેજમેંટ રૂલ, 2016ની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કમિટીની રચના કરી છે. આ કમિટીએ સ્ટેક હોલ્ડર્સ સાથે સાથે આ નિયમના અમલીકરણ અને સમસ્યાઓ અંગે ચર્ચા કરી અને તેમના સલાહ-સૂચનો પર્યાવરણ મંત્રાલય સુધી પહોંચાડ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.