ગુજરાત રાજ્યમાં નશાયુક્ત પદાર્થના કેસમાં ચિંતાજનક વધારો થતા રાજ્ય સરકાર દ્વારા નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ના માર્ગદર્શન હેઠળ SOG (સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ) દ્વારા સઘન કાર્યવાહી કરવા સાથે કોલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ના માર્ગદર્શન હેઠળ એસઓજી (સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ) કાર્યવાહી કરશે. ડીજીપીએ કહ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં નશાયુક્ત પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કોલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પાંચ વર્ષમાં રાજ્યના યુવાઓમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. તેમાં ડ્રગ્સ કેરીયર તરીકે નાઇઝીરીયનનો ઉપયોગ ગુજરાતમાં વધી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.