નવી દિલ્હી : દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 1813 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 31,787 પર પહોંચી ગઈ છે, જેમાંથી 22,982 સક્રિય કેસ છે.
મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનામાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 71 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 1008 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 7,797 લોકોને રજા આપવામાં આવી છે.