છેલ્લા એક વર્ષમાં 50થી 140 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો. સૌથી વધુ ભાવ વધારો બટાટામાં નોંધાયો હતો જેનું ગુજરાતના મોટા ભાગના ઘરમાં સેવન કરવામાં આવે છે. એક સર્વે મુજબ બટાટામાં ભાવ વધારો થવાના કારણે હોમ મેડ વેફર્સના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
જીગીશા પટેલ દર ઉનાળામાં 20 કિલો બટાટાની વેફર બનાવે છે. તેઓ કહે છે કે, “20 કિલો બટાટામાંથી બનાવેલી વેફર્સ આખું વર્ષ ચાલે છે પણ આ વખતે ઉંચા ભાવના કારણે માત્ર 10 કિલો વેફર જ બનાવી છે.” બ્રોકોલી અન્ય એક શાકભાજી છે જેનો ભાવ એક મહિનામાં આસમાને પહોંચ્યો છે. ગયા મહિને બ્રોકોલી 100 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું જે અત્યારે 160 રૂપિયામાં મળી રહ્યું છે. કેરીની સીઝનમાં શાકભાજીના ભાવ વધારાના કારણે ગૃહિણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભાવ વધારાથી નિરાશ થયેલા ગૃહિણી નેહા ત્રિવેદી કહે છે કે, “દરરોજ એક સમયે મારા બાળકોને ભોજનમાં પોટેટો જોઈતા હોય છે. આ સીઝનમાં મોટા ભાગે કેરીનો રસ લેવાનું વધુ પસંદ કરતા હોઈએ છે. આ બંને વિના ચાલી શકતું ન હોવાથી મારે ખર્ચાઓમાં ઘટાડો કરવાની જરૂર પડી છે.” APMCના આસિસ્ટન્ટ સેક્રેટરી મુકેશ મોદીએ કહ્યું કે, “દર વર્ષે ઉનાળામાં શાકભાજીના ભાવ વધતા હોય છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાંથી ફૂલગોબી મંગાવવામાં આવી. જો કે ભાવ વધારાના કારણે આ વખતે ઓછા પ્રમાણમાં ફૂલગોબી મંગાવવામાં આવી છે.” બટાટાના ભાવ વધારા અંગે મુકેશ મોદી કહે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને સારો ભાવ ન મળતો હોવાથી તેમણે બટેટાની વાવણીમાં ઘટાડો કર્યો જેના કારણે સપ્લાય ઘટી ગઈ અને માંગ વધવાના કારણે ભાવ વધારો નોંધાયો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.