ભારતીય ડાક વિભાગે શુક્રવારે અગરવુડ અને ઓરેન્જની સુગંધ આવે તેવી ડાક ટિકિટ જાહેર કરી છે. આ ટિકિટની કિંમત 25 રૂપિયા છે. અગરવુડની સુગંધ તીવ્ર મીઠી હોય છે. હાલ આ વૃક્ષ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે. અગરવુડ અને ઓરેન્જનું સુગંધ ટિકિટના કાગળમાં ઉમેરવામાં આવી છે. દેશની દરેક મુખ્ય પોસ્ટ ઓફિસ પર આ ડાક ટિકિટ મળશે. આની પહેલાં ડિપાર્ટમેન્ટે ચંદન, ગુલાબ, કોફી અને જૂહીની સુગંધવાળી ટિકિટ લોન્ચ કરી હતી.
કોફીની સુગંધવળી ટપાલ ટિકિટની કિંમત 100 રૂપિયા
વર્ષ 1973માં ભૂટાને પ્રથમવાર સુગંધીવળી ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી કૃષ્ણકુમાર ઉદ્દવે જણાવ્યું કે, હવે ટપાલ ટિકિટમાં લોકો અગરવુડ અને ઓરેન્જની સુગંધ પણ માણી શકશે. અમે પ્રથમવાર વર્ષ 2006માં ચંદનની સુગંધ આવે તેવી ટપાલ ટિકિટ લોન્ચ કરી હતી, તેની કિંમત 15 રૂપિયા હતી. ત્યારબાર 7 ફેબ્રુઆરી, 2007ના રોજ ગુલાબની સુગંધવાળી અને 26 એપ્રિલ, 2008ના રોજ જુહીની સુગંધવળી ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 23 એપ્રિલ, 2017ના રોજ અમે કોફીની સુગંધવાળી ટપાલ ટિકિટ લોન્ચ કરી હતી જેની કિંમત 100 રૂપિયા છે.