જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસ (સીજેઆઈ)ને લખેલા એક પત્રમાં વેદના વ્યકત કરતાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરામાં છે,અને જો જજની નિમણૂકને મામલે સરકારની ચુપકીદિ સામે કોર્ટ કાંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને કયારેય માફ નહી કરે.
જસ્ટિસ કુરિયન જોસેફે પાઠવેલા આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે કોલજિયમ દ્વારા એક જજ અને એક વરિષ્ઠ વકીલને પ્રમોશન આપી સુપ્રીમ કોર્ટમાં લાવવાની ભલામણને દબાવીને બેસી રહેવાના સરકારનાં વલણ સામે કોર્ટ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.
જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસને પત્ર પાઠવી તેમની વેદના વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ કે ઈતિહાસ આપણને માફ નહીં કરે જે થઈ રહ્યુ છે તે સારુ નથી થઈ રહ્યુ.