બેંક ડિપોઝિટર્સમાં જે ભયનો માહોલ બન્યો હતો, તે એચએનઆઈમાં પણ પ્રસરી ગયો છે. અને તેથી અમીર રોકાણકારો સુરક્ષિત કાનૂની વિકલ્પ શોધવા લાગ્યા છે. કેટલાક મની મેનેજર્સ અને વકીલો સાથે વાતચીત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને કોર્પોરેટ સીઈઓ અને એનઆરઆઈ પૂછી રહ્યા છે કે, શું તેમણે તેમની ફિકસ્ડ ડિપોઝિટ બંધ કરાવી દેવી જોઈએ? બેંકોનું કહેવું છે કે, લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે, પરંતુ એફડી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મોટા પાયે ઉપાડ થઈ રહ્યો નથી. આ પ્રકારની બાબતો જોઈ રહેલા એક વકીલ કહે છે કે, ‘આવી જાણકારી માટે અમારી પાસે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ક્રિકેટર્સ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિઝુઅલ્સ તરફથી કોલ્સ આવ્યા હતા કે, બેંકોના મામલે બેલ-ઇન કલોઝ કયાં લાગુ થઈ શકે છે અને તેની શી અસર થઈ શકે છે? લોકોના મગજમાં એક વાત બેસી ગઈ છે કે, બેલ-ઇનમાં નાના ડિપોઝટર્સને તો છોડી દેવામાં આવશે, પણ હાઈ વેલ્યુ ડિપોઝિટસનો ઉપયોગ થઈ શકે છે.’ ગયા મહિને બેંક ડિપોઝિટ્સની સેફ્ટી અંગે ઘણો હોબાળો થયો હતો. એવી પણ ચર્ચા હતી કે, બેંકોના બેલ-ઇનમાં ડિપોઝિટર્સના રૂપિયાનો ઉપયોગ થઈ શકે છે. આનાથી ડિપોઝિટર્સનાં મનમાં ડર પેસી ગયો છે. એફઆરડીઆઈ અંગે પબ્લિકમાં એટલી ગેરસમજ પેદા થઈ ગઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું છે કે, સરકાર ડિપોઝિટર્સના રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ઘ છે.

New Delhi: Prime Minister Narendra Modi addressing at the launch of a new mobile app 'BHIM' to encourage e-transactions during the ''Digital Mela'' at Talkatora Stadium in New Delhi on Friday. PTI Photo by Subhav Shukla (PTI12_30_2016_000126A)