2002 માં ગોધરા કાંડમાં બિલ્કિસબાનું કેસને સમગ્ર ભારત દેશને હચમાવી મૂક્યું હતું ત્યારે બિલ્કીસ બાનું કેસના ૧૧ આરોપીઓને છોડી મૂકતા બિલ્કિશ બાનું અને મુસ્લિમ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આરોપીઓની સજા માફ ના કરી તેઓને પુનઃ જેલ મોકલવામાં આવે તેવી રજૂઆત સાથે દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, 2002ના કોમી રમખાણોમાં બિલ્કિસબાનુંના પરિવારના સભ્યોને ૧૧ આરોપીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી નાખી બિલ્કિસબાનું સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા બાદ લાંબા સમય બાદ છોડી મૂકતા. બિલ્કિસ બાનુંના ગામમાં ભયનો માહોલ ફેલાયેલો છે અને બિલ્કિસબાનુંના પરિવાર જનોને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેમજ ૧૧ આરોપીઓને ફરી જેલ કરવામાં આવે તેવી રજૂઆત દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.