ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સરકારના 100 દિવસ પૂરા થવા પર ફેમિલી કાર્ડ આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું- અમે ‘ફેમિલી કાર્ડ’ જારી કરવાના છીએ. આ અંતર્ગત સરકારી નોકરી, રોજગાર અથવા સ્વરોજગારથી વંચિત પરિવારોની ઓળખ કરવામાં આવશે. રાજ્ય સરકારનો પ્રયાસ રહેશે કે દરેક પરિવારમાંથી ઓછામાં ઓછો એક સભ્ય નોકરી, રોજગાર અથવા સ્વરોજગાર સાથે જોડાયેલો હોવો જોઈએ.
ગુરુવારે, 1.90 લાખ કારીગરો અને નાના ઉદ્યમીઓને 16 હજાર કરોડની લોનનું વિતરણ કરતી વખતે, સીએમ યોગીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં એક પરિવારને એક નોકરી, રોજગાર અથવા સ્વરોજગાર સાથે જોડવા માટે એક યોજના લાવવામાં આવશે. આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે જ્યારે તેઓ યુપીના સીએમ બન્યા ત્યારે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો લગભગ બંધ થવાના આરે હતા. તેમની સામે સૌથી મોટો પડકાર રાજ્યને બેરોજગારીમાંથી બહાર કાઢવાનો હતો. આ માટે સરકારે આત્મનિર્ભરતા તરફ પગલાં લીધાં અને લોકોને સ્વરોજગાર માટે પ્રેરિત કર્યા.
हम लोग 'परिवार कार्ड' जारी करने जा रहे हैं। इसके अंतर्गत सरकारी नौकरी, रोजगार या स्वरोजगार से वंचित परिवारों को चिह्नित किया जाएगा।
राज्य सरकार का प्रयास होगा कि हर परिवार के कम से कम एक सदस्य को नौकरी, रोजगार अथवा स्वरोजगार के साथ जोड़ा जाए।
— Yogi Adityanath (@myogiadityanath) June 30, 2022
સીએમ યોગીએ કહ્યું કે રાજ્ય આત્મનિર્ભરતાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણા યુવાનોએ જોબ પ્રોવાઈડર બનવું જોઈએ નોકરી શોધનાર નહીં. આ દિશામાં સરકાર આવા કાર્યક્રમો લાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી યુવાનોને સ્વનિર્ભર બનાવીને સ્વરોજગારીનું સર્જન કરી શકાય.