બર્થ ડે પાર્ટી, ઓફિસ પાર્ટી કે કોઈપણ પ્રકારની સેલિબ્રેશન પાર્ટીમાં વપરાતા પોપર્સ હવે પછી વાપરી શકાશે નહીં. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાર્ટી અને ફંકશનમાં વપરાતાં પાર્ટી પોપર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્યભરમાં પ્લાસ્કિટના ઉપયોગ પર પ્રતિબંધ આવવાની સાથે જ હવે પોપર્સ પર પણ પ્રતિબંધ લદાયો છે. પર્યાવરણ વિભાગનું માનવું છે કે પાર્ટી પોપર્સ કોઈપણ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પાર્ટી પોપર્સ એટલે કે લાંબી સ્ટિક જેને તળિયાના ભાગેથી ગોળ ફેરવવામાં આવે તો સ્ટિકમાં રહેલો ફટાકડો ફૂટે છે અને બીજા છેડાથી પ્લાસ્ટિકના શાઈની (ચળકતા) ટુકડાઓ હવામાં ફેંકાય છે. પ્રદૂષણ વિભાગના સૂત્રોનાં જણાવ્યા અનુસાર પોપર્સ સ્ટિકમાં પ્લાસ્ટિક ગ્લિટરિંગ મટીરિયલ અને અન્ય બીજા વિસ્ફોટક કેમિકલનો સમાવેશ થાય છે. કલોરેટ અને પરકલોરેટ સ્વાસ્થ્યની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. કેન્દ્રીય બોર્ડ દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડ તેમજ પ્રદૂષણ નિયંત્રણ કમિટીને જાણ કરવામાં આવી છે કે પોપર્સ પર પ્રતિબંધ મૂકવા માટે કડકાઈથી પાલન કરવામાં આવે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્પાદકોને પોપર્સ બનાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોપર્સમાં રેડ ફોસ્ફરસ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થ સમાવિષ્ટ છે. તેના ઉપયોગ અને ઉત્પાદન પર મનાઈ છે. અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વેપારીઓએ હાલમાં પોપર્સનો સ્ટોક બનાવી રાખ્યો છે. હવે તેમણે પ્રતિબંધનું પાલન કરવું પડશે. જોકે નાના અને છૂટક વેપારીઓ તેમની પાસે રહેલો સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી ચોરી છુપીથી વેચાણ કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.