વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પ્રતિમા તોડવાના બનાવો પર નારાજગી વ્યક્ત કરી છે.વડા પ્રધાન મોદીએ ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે પ્રતિમા તોડવાની ઘટનાઓ પર વાતચીત કરી છે.વડા પ્રધાન મોદીએ આવા બનાવોને રોકવા માટે કડક પગલા લેવાની સૂચના આપી છે.પ્રતિમા તોડવાના બનાવો બાદ વડા પ્રધાન મોદી દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી અેડવાઇઝરી.
રાજ્યોમાં પ્રતિમા તોડવાના બનાવો અને હિંસક ઘટનાઓને અટકાવવા માટે નક્કર પગલાં લેવા માટે મંત્રાલયે સૂચનાઓ આપી છે.ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પત્ર મુજબ, ગૃહ મંત્રીએ ત્રિપુરા અને તમિલનાડુ સહિતના દેશના બીજા ભાગમાં પ્રતિમા તોડવાના બનાવો પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને આવા બનાવો ફરીથી ન થાય આવું કરવાથી રોકવા માટે સખ્ત સલામતીની ખાતરી કરવા જણાવ્યું છે.