રાજ્યમાં રખડતા આખલાઓના આતંકને લઇ નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે. તેમજ સૌરાષ્ટ્ર રખડતા આખલાઓનો આતંક દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.જામનગર આતે આવેલા જીજી હોસ્પિટલમાં આખલો ધસી આવ્યો હતો તેને જીજી હોસ્પિટલના સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે હદ તો ત્યારે થઇ ગઇ કે જયારે દર્દીઓથી ભરેલી હોસ્પિટલમાં આખલ ચડી આવ્યો હતો જેને લઇ વહીવટી તંત્ર કામગીરી માત્ર કાગળ પૂરતી સિમિત હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. તેમજ હોસ્પિટલમાં સિક્યુરીટના બેદરકારીના પગલે આંખલા અંદર ધુસી જતા ભારે દોડધામ મચી હતી.
સિક્યુરિટી પાછળ દર વર્ષે જીજી હોસ્પિટલ તંત્ર દ્રારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતુ હોય છે હોવા છતા હોસ્પિટલમાં આખલાઓ બિન્ધાસ્ત લટાર મારી રહ્યા છે તો પછી શું સિક્યુરિટી કુંભકર્ણની નિદ્રાં ઉંઘી રહી છે હાલ આ આખલાઓના આતંકથી હોસ્પિટલ તંત્રની આબરૂ લજવાઇ છે આ આખલાઓ કોઇ જાનહાનિ સર્જે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા તાજેતરમાં જ જામનગર ભાવનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં રેઢિયાળ પશુઓના આતંકથી અને વહીવટી તંત્રના પાપે અનેક નિર્દોષને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.