કોરોના રોગચાળા અને તેની સાથે જોડાયેલા લોકડાઉનને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિને ભારે અસર થઈ હતી, જેની રોજગાર પર પણ ઉંડી અસર પડી હતી. પરંતુ હવે તે ઝડપથી સુધરી રહી છે. દેશના 21 ક્ષેત્રોમાં 800 થી વધુ કંપનીઓ પર નજર રાખતી એક સ્ટાફિંગ કંપની ટીમલીઝના જણાવ્યા અનુસાર, લોકડાઉન સમાપ્ત થયા પછી રિક્રૂટમેંટ સેંટિમેન્ટમાં સુધારો થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા માટે હાયરિંગ ઈંટેટ 18% થઈ ગયો છે જે 25 માર્ચથી 7 જૂન દરમિયાન લોકડાઉન દરમિયાન 11% હતો. હાયરિંગ ઈંટેટ એવા નોકરીદાતાઓની ટકાવારી છે જે આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને ભરતી કરી શકે છે. બેંગલોરમાં હાયરિંગ ઈંટેટ સૌથી વધુ 21% છે. દિલ્હીમાં 19, હૈદરાબાદમાં 15, ચંદીગઢમાં 14, કોલકાતા અને મુંબઇમાં 12% છે.
કોરોનાથી પહેલાંના સ્તર કરતા ઘણું ઓછું છે, પરંતુ તેમાં સુધારો એ વાતનો સંકેત છે કે દેશની અર્થવ્યવસ્થા ટ્રેક પર આવી રહી છે. ઓક્ટોબર 2019થી માર્ચ 2020 દરમિયાન તે 96% હતો. ટીમલીઝના સહ-સ્થાપક અને ઈવીપી રિતુપર્ણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, જો મોટા શહેરોમાં કોઈ લોકડાઉન નહીં થાય તો આ નાણાકીય વર્ષના બાકીના ભાગમાં હાયરિંગ ઈંટેટથી સતત વધવાની આશા છે. દેશમાં ભરતી પ્રવૃત્તિઓ તેજી દેખાવા લાગી છે. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, શિક્ષણ સેવાઓ, ઇ-કોમર્સ અને ટેક સ્ટાર્ટઅપ્સ, કૃષિ અને કૃષિ-રસાયણો, આઇટી અને એફએમસીજી સેક્ટરોમાં સૌથી વધુ ભરતી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. આ ક્ષેત્રોમાં તમામ સ્તરે લોકોને ભરતી કરવાની યોજના છે. બેંગલોર જેવા શહેરમાં સપ્લાય કરતા ડિલીવરી એક્ઝિક્યુટિવ્સ જેસી ગિગ-ઇકોનોમી સાથે જોડાયેલી નોકરીઓની માંગ વધારે છે. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં હાયરિંગ એક્ટિવીટીમાં વધુ તેજી આવશે.