બિહારના કટિહાર જીલ્લામાં બરોની રેલ્વેખંડ પાસે એક ભયાનક ટ્રેન દુર્ધટના ટળી છે. જેમાં ચેધાબન્ની રેલ્વે હોલ્ટ પાસે રાજધાની અેક્સપ્રેસ પસાર થવાની હતી પરંતુ આગળ રૂટ પરનો પાટો તૂટેલો હતો. જીલ્લામાં માનસી અને મહેશખુંટ વચ્ચે એક રેલ્વે ટ્રેક ક્ષતિગ્રસ્ત હોવાની જાણકારી મળી હતી. જેના પગલે ૧૨૪૩૬ નવી દિલ્હી, દિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ ટ્રેન આજે સવારે દુર્ધટનાગ્રસ્ત થવાથી બચી છે.
આ અંગે પૂર્વ રેલ્વેના જનસંપર્ક અધિકારી રાજેશ કુમારે જણાવ્યું કે સમય રહેતા રેલ્વે ટ્રેક ક્ષતિગ્રસ્ત હોવાની જાણકારી મળી હતી. જેના પગલે ટ્રેનને રોકીને ટ્રેક રીપેર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજધાની ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલ્વે ટ્રેક પર પડેલી તીરાડના લીધે રાજધાની એક્સપ્રેસને અહિયાં સવારે ૬.૧૦ થી ૬.૪૦ વાગ્યા સુધી રોકાવું પડ્યું હતું.