દિલ્હીમાં લોકડાઉન દરમિયાન ચોરોએ સાથે મળીને ઘણી હોટલોમાંથી 26 LED ટીવી ચોરી કરી ગયા. હવે પોલીસે CCTV ની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમની સાથે પૂછપરછ થઈ રહી છે. પાછલા ઘણાં મહિનાઓથી કોરોના વાયરસને કારણે દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને લીધે બધું જ બંધ હતું તેને લીધે સાફ સફાઈ કરવા માટે ઘણાં સફાઈકર્મી પણ મળી રહ્યા નહોતા. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને આ દરેક ચોરો કથિતપણે સફાઈકર્મી બની ગયા અને વિસ્તારોમાં રિક્શાની સાથે ફરવા લાગ્યા. આ દરેક સફાઈકર્મી હોવાની વાત કહીને હોટલોમાં સફાઈ કરવાનું કામ માગતા હતા.
એવામાં આ ચોરોએ બે એવી હોટલો મળી ગઈ જે સાફ-સફાઈ કરાવવા માગતી હતી ત્યાર પછી ચોરોએ કચરો ઉઠાવવાના હેતુથી પહાડગંજની હોટલોમાં પ્રવેશ કર્યો અને ત્યાં 5 દિવસો સુધી કામ કર્યું. આ દરમિયાન ચોરોએ આ બંને હોટલોમાંથી કુલ 26 LED TV ચોરી લીધા. ઘટનાને અંજામ આપ્યા પછી ચોરોએ હોટલમાં આવવાનું બંધ કરી દીધું. પણ જ્યારે હોટલના માલિકે તેમની હોટલની અંદર LED TV અને અન્ય અમુક સામાન ગાયબ દેખાયો તો તેમણે પોલીસને જાણ કરી દીધી. આ આરોપીઓ લોકડાઉન દરમિયાન કચરો ઉઠાવનારાઓનો વેશ ધારણ કરી પહાડગંજની હોટલોમાંથી કિંમતી સામાન અને LED TV ચોરી કરતા હતા. પહાડગંજ પોલીસે તેમને ચોરી કર્યા પછી પકડી લીધા છે. આ ચોરો પાસેથી ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલી રિક્શાની સાથે ઘણા મોંઘા LED TV પણ પ્રાપ્ત થયા છે.