દેશભરમાં મહત્તમ લોકો કાર અથવા બાઈક ચલાવતા સમયે માને છે કે, ખોટા દસ્તાવેજ કરી પણ ટ્રાફિક પોલીસથી બચી શકાય છે. વાત તો સાચી પણ છે કારણ કે, ઘણા બધા રાજ્યોમાં ટ્રાફિક પોલીસની પાસે દસ્તાવેજોને તરત સત્યાપન કરવાની સુવિધા ઉપલબ્ધ નથી, પરંતુ હવે એવુ બનશે નહી. હવે ટ્રાફિક અધિકારીઓની પાસે તમારા ડૉક્યૂમેન્ટ પહેલાથી જ હાજર રહેશે.
ભૌતિક દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989 માં સુધારો કર્યો છે. સરકારે શનિવારે કહ્યું હતું કે, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલન સહિતના વાહન દસ્તાવેજો 1 ઓક્ટોબર 2020 થી માહિતી ટેકનોલોજી પોર્ટલ દ્વારા જાળવવામાં આવશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાહનના દસ્તાવેજોની તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્ય વાહનોના દસ્તાવેજોની જગ્યાએ ભૌતિક દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં.
તમારા લાઈસન્સની અપડેટ જાણકારી
જાણકારોનું કહેવુ છે કે, ટ્રાફિક અધિકારીઓની પાસે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે જોડાયેલી જાણકારીઓ ઉપલબ્ધ હશે. તે સાથે જ સરકારનું કહેવુ છે કે, લાઈસન્સની જોગવાઈ દ્વારા અયોગ્ય અથવા નિરસ્ત કરવામાં આવેલ ડ્રાઈવિંગ લાઈસન્સનું વિવરણ પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે અને તેને સમય-સમય પર અપડેટ પણ કરવામાં આવશે.
વિવિધ સંશોધનો વિશે અધિસૂચના જાહેર
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદનમાં કહ્યુ છે કે, તેમને મોટર વાહન નિયમ 1989માં કરવામાં આવેલ વિવિધ સંશોધનો વિશે અધિસૂચના જાહેર કરી છે. જેમાં મોટર વાહન નિયમોની શ્રેષ્ઠ દેખરેખ અને ક્રિયાન્વયન માટે 1 ઓક્ટોબર 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધી દસ્તાવેજો અને ઈ-ચલણ જાળવી શકાય છે.