કેરળમાં ગયા મહિને પૂર અને ભારે વરસાદના કારણે થયેલા વિનાશ બાદ જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યુ હતુ પરંતુ ફરીથી એકવાર કેરળના લોકો પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. કેરળમાં હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ અંગે એલર્ટ જારી કરી છે.
કેરળ સીએમઓએ જણાવ્યુ કે રાજ્યના પથાનામથિટ્ટા, ઈડુક્કી અને વાયનાડ જિલ્લામાં 25 ડિસેમ્બરના રોજ યલો એલર્ટ જારી કરવામાં આવી છે. કેરળ સીએમઓએ કહ્યુ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પ્રશાસનને એલર્ટ રહેવા અને સાવચેતી રાખવા માટે કહ્યુ છે. કેરળના પલક્કડ, ઈડુક્કી, ત્રિશૂર અને વાયનાડ જિલ્લામાં પણ 26 ઓગસ્ટ માટે પણ એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યુ છે કે કેરળના આ જિલ્લાઓમાં 64.4 મિમીથી 124.4 મિમી સુધી ભારે વરસાદ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને કેરળમાં ભારે વરસાદ અને વિનાશકારી પૂરના કારણે 400 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે લાખો લોકો બેઘર થઈ ગયા હતા. આ કુદરતી આફત બાદ હજુ પણ મોટી સંખ્યામાં લોકો રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂત છે. કેરળમાં ભાર વરસાદ અને વિનાશકારી પૂરના કારણે લગભગ 40 હજાર કરોડની સંપત્તિને નુકશાન થયુ હતુ.